૧૩ જેટલા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો.
રાજપીપળા : રાજ્ય આરોગ્ય મહાસંગના આદેશ મુજબ નર્મદા જિલ્લાના વિવિધ કેડરના આરોગ્ય કર્મચારીઓ બુધવારે માસ સી.એલ પર ઉતર્યા હતા.જેમાં જિલ્લાના પાંચ તાલુકાના ૪૫૦ થી વધારે કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા એ દિવસનો સદઉપયોગ કરવા રાજ્ય મહાસંઘના આદેશ મુજબ રચનાત્મક વિરોધ નોંધાવતા બ્લ્ડ ડોનેશન કેમ્પનુ આયોજન કર્યું હતું .

જેમાં રેડક્રોસસોસાયટી નર્મદાના સહયોગથી જિલ્લા પંચાયત નર્મદા ખાતે બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું જેમાં 50 થી વધુ બોટલ રક્ત આરોગ્ય કર્મચારીઓ ધ્વારા આપીને સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું સાથે સાથે તાલુકા કક્ષા એ પણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરી આરોગ્યના વિવિધ કેડરના ૧૩ જેટલા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



