મુસાફરો આનંદો…ભાવનગરથી બાન્દ્રા વચ્ચે વધુ એક હોલીડે ટ્રેન મુકાઈ

0
8

ભાવનગર,તા.૯
વધી રહેલી યાત્રીઓની સંખ્યાને ધ્યાનમાં લઇને ભાવનગર રેલવેને એક દિવસ પૂરતી ભાવનગરથી બાન્દ્રાની હોલીડે ટ્રેન મળી છે. સાંજે ૪ઃ૧૦ વાગ્યે આ ટ્રેન પાલિતાણાથી મુંબઇ જવા રવાના થઇ. ભાવનગર રેલવેએ કહ્યું કે ૯મીએ આ સ્પેશ્યલ ટ્રેન નં. ૦૯૦૪૨/૪૧ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટ્રેનના મુસાફરોને વિશેષ ભાડાથી આ ટ્રેનનો લાભ મળશે. આ ટ્રેન પાલિતાણાથી આગળ વધીને સોનગઢ, બોટાદ, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, વાપી, બોરીવલી અને બાન્દ્રા સ્ટેશને હોલ્ટ કરશે.
આ ટ્રેન ભાવનગરથી સાંજે ૪ઃ૧૦ વાગ્યે પ્રસ્થાન કરાયું અને રવિવારે સવારે ૬ઃ૧૫ વાગ્યે બાન્દ્રા ટર્મિનલ પહોંચાડશે. એ જ રીતે ટ્રેન નં. ૦૯૦૪૧ બાન્દ્રાથી શનિવારે રાત્રે ૧૨ઃ૨૦ વાગ્યે ઉપડશે અને એ જ તારીખે બપોરે ૨ઃ૦૫ વાગ્યે ભાવનગર પહોંચાડશે. આ ટ્રેન માં કુલ ૨૨ કોચ રહેશે જેમાં ૧ સેકન્ડ કલાસ એસી કોચ, ૫ થ્રી એસી કોચ, ૩ જનરલ કોચ, ૨ એસએલઆર અને ૧ પેન્ટ્રીકારનો સમાવેશ થાય છે. આ ટ્રેન સોનગઢ પણ હોલ્ટ કરશે તેમ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ઘોઘા ખાતે ચાલી રહેલા નવખંડા પાર્શ્વનાથ દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને મુંબઈથી મોટા પ્રમાણમાં યાત્રિકો ભાવનગર આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY