ધો.-૧૨ કોમર્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

0
6

વડોદરા,તા.૯
એક્સ સ્ટુડન્ટ તરીકે ધોરણ-૧૨ કોમર્સની પરિક્ષા માટે ફોર્મ ભરનાર સ્ટુડન્ટે મોડી સાંજે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. સ્ટુડન્ટથી પરિક્ષાની તૈયારી થઇ ન હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
શહેરના છાણી ટીપી-૧૩ ખાતે આવેલી એ-૪૭ ઇન્દ્રલોક સોસાયટીમાં રહેતા વિશાલ દિનેશભાઇ પરમારે (ઉં.વ.૨૦) ધોરણ-૧૦ પાસ કર્યા બાદ એક વર્ષનો ડ્રોપ લીધો હતો. તે બાદ તેણે આ વખતે ધોરણ-૧૨ કોમર્સમાં એક્સ સ્ટુડન્ટ તરીકે પરિક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ, તેનાથી પરિક્ષાની તૈયારી ન થતાં તેણે મોડી સાંજે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.
વિશાલના પિતા ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. સાંજે વિશાલની માતા ઘરની બહાર ઓટલા ઉપર બેઠી હતી. અને વિશાલ ટી.વી. જાતો હતો. એકાએક વિશાલ ટી.વી. ચાલુ રાખીને પોતાના રૂમમાં જતો રહ્યો હતો. અને ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY