બરેલી,તા.૩૦
જિલ્લાના ભોલાપુર હિંડોલિયા ગામમાં એક યુવકની ભેંસ ચોરીની શંકામાં મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપ છે કે, અંદાજે ૫૦ લોકોએ તેના ઉપર હુમલો કર્યો હતો. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગામના લોકોનો આરોપ છે કે, બુધવારે વહેલી સવારે હિંડોલિયામાં રહેતા શાહરુખ ખાને તેના ત્રણ મિત્રો સાથે મળીને ભેંસ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુસ્સે થયેલા ગામના લોકોએ શાહરુખ ઉપર હુમલો કરી દીધો હતો અને તેના મિત્રો ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ શાહરુખને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
એસપી અભિનંદન સિંહના જણાવ્યા પ્રમાણે શાહરુખ દુબઈમાં ટેલરિંગનું કામ કરતો હતો. તે થોડા સમય પહેલાં જ તેના ઘરે આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. શાહરુખના ભાઈએ અજાણ્યા લોકો અને તેના ત્રણ મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ભેંસ ચોરીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


