ન્યુ દિલ્હી,તા.૩૦
અટલ બિહારી વાજપેયીની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે ભાજપ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ન્યૂ દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અને જણાવ્યું કે, આગામી ૧૬મી સપ્ટેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથી આવશે.
આ નિમિત્તે ભાજપ દ્વારા અટલજીને કાવ્યાંજલિ અર્પણ કરવામાં આવશે. દેશની ચાર હજાર જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં અટલજીની કવિતાઓનું રેકો‹ડગ જાહેર કરવામા આવશે. આ સિવાય કવિ સંમેલન યોજીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
દરેક લોકસભા અને વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાશે. તો આગામી ૧૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીનો પણ જન્મદિવસ આવે છે. ત્યારે ભાજપ કાર્યકર્તાઓ આ દિવસને સેવા દિવસ તરીકે ઉજવશે. સાથો સાથ ૧૭થી ૨૫ સપ્ટેમ્બર એટલે કે દીન દયાળ જયંતી સપ્તાહ પણ ઉજવાશે. આ દરમિયાન દેશમાં વિવિધ મેડિકલ કોમ્પ, સફાઈ કાર્યક્રમ પણ યોજાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


