ભિલોડા,તા.૧
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન સાથે ત્રાટકેલું વાવાઝોડું બંને જીલ્લામાં આફતરૂપી બની રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા હતા. ભિલોડાના લાલપુર ગામે મકાન ધરાશાયી થતા મામાના ઘરે દાવલી ગામનો ૫ વર્ષીય રણવીર લાલાભાઇ ખાંટ નામનો બાળક સહિત ૭ લોકો કાટમાળ દટાતા તેનું મોત નીપજ્યું હતું. આજુબાજુથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દટાયેલા ૬ લોકોને બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
ભિલોડામાં આભ ફાટયું હોય તેમ રાત્રીના સુમારે બે કલાકમાં વાવાઝોડા સાથે ૭ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભિલોડાને જોડાતા માર્ગો પર ઝાડ ધરાશાયી તમામ માર્ગો બંધ થઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તંત્રએ રોડ પરથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે વીજ પુરવઠો ખોરવાયો હતો. હાથમતી,બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા.
મોડાસા,બાયડ, ધનસુરા,માલપુર અને મેઘરજ તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. કાચા-પાકા મકાનો અને ઝાડ ઠેર ઠેર પડી જતા અને નવરાત્રિ મહોત્સવમાં મંડપ અને ખાણીપીણીના સ્ટોલ જમીનદોસ્ત થયા હતા હોર્િંડગ્સ બોર્ડ પણ તૂટી પડયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


