બટાટાના પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતોનાં હાલ થયા બેહાલ

0
29

ભિલોડા,તા.૨૧
અરવલ્લી જિલ્લામાં કેટલાક વર્ષોથી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતીમાં નસીબ અજમાવી રહ્યા છે જિલ્લાના ખેડૂતો બટાટા, તરબૂચ, સક્કરટેટી અને દાડમની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી નફો રળી રહ્યા છે બટાટાની ખેતી કરનાર ખેડૂતોને છેલ્લાં બે વર્ષથી બટાટાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે વધુ ભાવ મેળવવા ખેડૂતોએ બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકતા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ ઉભરાઈ રહ્યા છે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે પ્રતિ મણે ૫૦ રૂ.થી વધુ ખર્ચ છતાં પણ હોલસેલમાં ભાવ પૂરતા ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઉત્પાદન થતાં બટાટા મોટા ભાગે પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટાનો ભાવ પ્રતિ કિલોએ ૧૩ રૂપિયાની આસપાસ છે, જ્યારે ગત વર્ષે બટાકાનો ભાવ ૧૭ રૂપિયાની આસપાસ હતો ગત વર્ષની સરખામણીએ પાંચથી સાત રૂપિયા ભાવ ઓછો હોવાથી કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થયા છે. આ વર્ષે ઉત્પાદન વધતાં બટાકાના કુલ ૭૪ લાખ કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોએ સંગ્રહિત કર્યા છે ચાલુ વર્ષે બટાટાનું ઉત્પાદન તો વધ્યું છે, પણ પૂરતો ભાવ ન મળતા આ વર્ષે કરોડો રૂપિયાના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં પડી રહ્યા છે બટાટા પકવતા ખેડૂતોએ ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાઓમાં સબસિડી આપવામાં આવેની માગ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY