અંજાર તાલુકાના ગામોની મધ્યાહન ભોજન સંચાલકોની જગ્યા તદન હંગામી ધોરણે ભરાશે

0
76

ભુજ, સોમવારઃ

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મારીંગણા, ખેડોઇ કુમાર, મખીયાણ, ખારા પસવારીયા, બીટા પસવારીયા, બીટા વલાડીયા, રતનાલ, વરસામેડી, નાના ખીરસરા, મીવારવાંઢ, તુણા, ભવાનીપર, મોડસર, બુઢારમોરા, નવાગામ, પરમેશ્વરનગર, અંજાર, તુણા ગામોની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન બંધ રહેલ/ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત ફોર્મ અત્રેથી મેળવીને સંપૂર્ણ વિગત ભરીને તા.૩૦મી જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં મળે તે રીતે મામલતદાર કચેરી, અંજારને મોકલી આપવાની રહેશે. તા.૩૦મી જાન્યુઆરી-૨૦૧૯ બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. સ્થાનિક વિધવા ત્યકતા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. અગાઉ ગેરરિતી સબબ છૂટા કરેલ સંચાલકોને નિમણુંક માટે લાયક ગણવામાં આવશે નહીં તેવું મામલતદાર, અંજાર દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY