ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓની દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અરજીઓનો વિકલાંગ ધારા-૨૦૧૬ અન્વયે નિકાલ કરવાના ઉદ્દેશથી સંયુક્ત મોબાઇલ કોર્ટ દિલ્હીના ચીફ કમિશ્નર ડૉ. કમલેશકુમાર પાંડે અને ગુજરાત રાજ્ય કમિશ્નર ડી.એન.પાંડે સહિત સંયુક્ત મોબાઇલ કોર્ટ યોજાઇ. આ કોર્ટમાં દિલ્હી ડેપ્યુટી કમિશ્નર સંજય પ્રસાદ, કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા હતા. દિપપ્રાગટય કરી આ કાર્યક્રમનું ઉદઘાટન કરાયું હતું અને દિલ્હીના ચીફ કમિશ્નરશ્રી ડૉ. કમલેશકુમાર પાંડેને ગાર્ડ ઓફ ઓનર ધ્વારા સલામી આપી હતી.

દિલ્હીના ચીફ કમિશ્નર ડૉ. કમલેશકુમાર પાંડે આજની આ પ્રથમ દિવ્યાંગ મોબાઇલ કોર્ટ ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાને પ્રાધ્યાન્ય મળતાં તેમના નજીકના નર્મદા, છોટાઉદેપુર સહિતના દિવ્યાંગોને થતાં અન્યાય સામે ન્યાય મેળવવા ભારત સરકારના ધારા – ૨૦૧૬ અન્વયે આજ રોજ ભારત સરકાર – ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મોબાઇલ કોર્ટનું આયોજન કરાયું છે. તેમણે આ કાયદાની વિસ્તૃત છણાવટ કરતાં જણાવ્યું કે, દિવ્યાંગો પ્રત્યે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સહાનુભૂતિ દાખવીને આ કાયદામાં સુધારા કરી દિવ્યાંગોના જીવનના ઉત્થાન પ્રત્યે લાગણી દાખવી છે. દેશ-વિદેશોમાં દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં નથી જ્યારે ભારત દેશ માનવતાવાદી દેશ છે. દિવ્યાંગો પ્રત્યે ધર્મને નાતે પણ સહાનુભૂતિ રાખે છે. તેમણે ૧૯૧૨, ૧૯૮૭, ૧૯૯૨, ૧૯૫૫, ૧૯૯૫ સહિત થયેલાં કાયદાઓની પણ સમજણ આપી હતી. ધારા – ૨૦૧૬ સરકાર અને સંસ્થાઓ ધ્વારા અનેક વિઝનો રાખી પૂણ્યનું કામ ર્ક્યું છે. દિવ્યાંગોન જીવન સુધારવા માટે આ ધારા ધ્વારા તેમની ઇચ્છા સ્વાવલંબન, સમાજના વિકાસ, વિજ્ઞાન ટેકનોલોજી મેળવી આત્મનિર્ભર થાય તે માટે ૧૬ ડીસેમ્બર-૨૦૧૬ ના રોજ પાર્લામેન્ટમાં આ કાયદાનું બિલ પાસ કરવામાં આવ્યું હતું. ચીફ કમિશનર ધ્વારા દેશભરમાં વિવિધ રાજ્યમાં આવા કાર્યક્રમો યોજી અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. તેમણે મહાભારતનું દ્રષ્ટાંત ટાંકી દિવ્યાંગોમાં રહેલી પ્રતિભા-ક્ષમતાને અનુસરી ધૃતરાષ્ટ રાજાએ રાજ ર્ક્યું હતું તે ઉત્તમ ઉદાહરણ છે. આમ આ દિવ્યાંગોમાં રહેલી શુસુપ્ત શક્તિઓને ઉજાગર કરી તેમના જીવનને ધન્ય બનાવવા અનુરોધ કરાયો હતો.
ગુજરાત રાજ્ય કમિશ્નરશ્રી ડી.એન.પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારમાં આ દિવ્યાંગ મોબાઇલ કોર્ટનું આયોજન કરવાની સુચના દિલ્હી સરકાર ધ્વારા મળતાં રાજ્યના તમામ કલેક્ટરોના લિસ્ટ મેળવી ભરૂચ જિલ્લાના કલેક્ટર રવિકુમાર અરોરા દિવ્યાંગ પ્રત્યે વિશેષ સહાનુભૂતિ દાખવતાં અધિકારી જેથી તેમની કાર્યક્ષમતાને ધ્યાને લઇ આ કોર્ટનું આયોજન કરાયું છે. વધુમાં ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર સહિત સંયુક્ત દિવ્યાંગ મોબાઇલ કોર્ટ ધ્વારા ધારા – ૨૦૧૬ અન્વયે આવેલ દિવ્યાંગોની આવેલી અરજીઓની સુનવાણી કરવામાં આવી હતી. દિવ્યાંગોને આ કોર્ટ ધ્વારા મળેલી સહાનુભૂતિનો અહેસાસ થયો હતો.
આ પ્રસંગે કલેક્ટર રવિકુમાર ઓરારએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ મોબાઇલ કોર્ટભરૂચ જિલ્લાને પ્રાધ્યાન્ય આપી સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગોની અરજીની સુનાવણી થતાં આજે આનંદ અનુભવું છું. વધુમાં દિલ્હીથી પધારેલા દિલ્હીના ચીફ કમિશ્નર ડૉ. કમલેશકુમાર પાંડે અને ગુજરાત રાજ્ય કમિશ્નર ડી.એન.પાંડેનું આ પ્રસંગે હાર્દિક આભાર માન્યો હતો. દિવ્યાંગ મોબાઇલ કોર્ટ ભરૂચના કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાતાં ધન્ય અવસર ગણાવું છું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય, યુડીઆઇડી કાર્ડ, ત્રાયકિલ, એમ.આર.કીટ, બે પૈડાવાળી સાઇકલ, સ્ટીક, વ્હિલચેર અને આજીવન કાર્ડનું વિતરણ કરાયું હતું.
દિવ્યાગં કોર્ટની સુનાવણી બાદ દિવ્યાંગો સાથે જોડયાયેલી સંસ્થાઓના કાર્યકર્તાઓ સાથે તેમને પડતી મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત છનાવટ દિલ્હી ડેપ્યુટી કમિશ્નર સંજય પ્રસાદે કરી હતી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ દિવ્યાંગ મોબાઇલ કોર્ટ પ્રસંગે ડેપ્યુટી કમિશનર બી.જી.નૈનવાલે, નર્મદા જિલ્લાના એસડીઓ કુ. પ્રિયંકા ખોજા, છોટાઉદેપુરના એસડીઓ શ્રીમતી ભાર્ગવીબેન અને ભરૂચ જિલ્લાના એસડીઓ મુકેશકુમાર મુનીયા, વાદીઓ-પ્રતિવાદીઓ અને દિવ્યાંગો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





