ભુજ, સોમવારઃ
સરકારના કાયદા વિભાગના તા.૨૬/૧૧/૨૦૧૮થી કચ્છ જિલ્લા કોર્ટ ખાતે મદદનીશ સરકારી વકીલ/એડીશનલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે ફરજ બજાવતાં ડી.બી.જોગી, ડી.જે.ઠકકર અને એમ.એ.પુરોહીતની મુદત સમાપ્ત કરી, તે ખાલી પડેલ કુલ-૩ (ત્રણ) જગ્યા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. જે નવી જગ્યા ભરવા માટે ૧૯૭૩ના ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૪(૩) તથા લો ઓફીસર્સ રૂલ્સ-૨૦૦૯ના નિયમ ૪(૫) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. લો ઓફિસર્સ-૨૦૦૯ ના નિયમ પ(૨) પ્રમાણે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય હોવા જોઇએ. ઉમેદવારની ઉમર ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉમેદવાર પોતાની નિમણુંકના ઓછામાં ઓછા ૩ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોવા જોઇએ. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ અત્રેની કચેરીએથી, કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ તથા ડેકલેરેશન ફોર્મ મેળવી, નિયત નમૂનામાં પોતાની અરજી સાથે જન્મ તારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રીર્ટન સામેલ રાખીને રૂ.૨૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષનું ડેકલેરેશન સાથે કલેટકર કચેરી, જિલ્લા સેવાસદન, ભુજને મોડામાં મોડા તા.૨૫/૧/૨૦૧૯ સુધી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણા હેઠળ લેવામાં આવશે નહીં.
અનુ.જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયમોનુસાર અગ્રતા આપવામાં આવશે. આ જાતિના ઉમેદવારોએ જાતિ અંગેનું સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સામેલ રાખવી. નિયુકત થયેલ ઉમેદવારોએ ઘી લો ઓફિસર્સ રૂલ્સ તથા રાજય સરકારના વખતો વખતના સુધારા અનુસાર ફી તથા ભથ્થા મળવાપાત્ર રહેશે. ઉમેદવારોને આ બાબતે જયારે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખે, સમય અને સ્થળે હાજર રહેવા જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહન, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


