ભાજપને સત્તા પરથી દૂર રાખવા માટે કોંગ્રેસને ટેકો આપીએ છીએઃ માયાવતી

0
22

ભોપાલ,તા.૧૨
બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસને જીવતદાન આપતા કોંગ્રેસને ટેકો જાહરે કર્યો છે અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે સત્તાનો માર્ગ ખુલ્લો થયો છે. માયાવતીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં સારુ પ્રદર્શન કર્યુ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ ભેગા થવાની જરૂર છે. લોકોએ ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મત આપ્યા છે.
અમે ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે લડ્યા છીએ કોંગ્રેસને ટેકો આપીએ છીએ. અમે કોઇ પણ ભોગે ભાજપને હરાવવા માંગીએ છીએ. અને એટલા માટે જ, અમારે કોંગ્રેસ સાથે ઘણા મતભેદો હોવા છતાં પણ અને કોંગ્રેસને ટેકો આપીએ છીએ. અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને ટેકો આપીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY