ભૂજ,તા.૮
ભૂજના હબાય ગામે આહીર સમાજનાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે નવ લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિતલ્ ખસેડવામાં આવ્યા છે. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ કચ્છમાં ભૂમાફિયાઓમાં અંદરોઅંદર મારામારીના બનાવો બની રહ્યા છે ત્યારે ભૂજના હબાય ગામમાં ગત જન્માષ્ટમીએ થયેલો વિવાદ ફરી વણસ્યો હતો.
માધાપર હાઇવે પર દીપક પેટ્રોલ પંપ નજીક હબાય ગામે રહેતા હરિ કાનજી કેરાસિયા, મોહન હરિ કેરાસિયા, પ્રેમજી કાનજી કેરાસિયા, દામજી ભચુ કેરાસિયા સહિતનાઓએ હથિયારો સાથે હરિ હમીર ડાંગર, પ્રેમજી ધનજી ડાંગર, પ્રેમજી લક્ષમણ, હમીર ગોપાલ કેરાસિયા, લાલજી લક્ષ્મણ કેરાસિયા ઉપરાંત હરિ લક્ષ્મણ કેરાસિયા સહિતના લોકો પર હુમલો કર્યો હતો, જેમાં છ જણાઓને ઇજા થતાં ભૂજની ખાનગી હોસ્પિતલ્ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન હરિ લક્ષ્મણ કેરાસિયા (ઉ.વ.૩પ)નું મોત નીપજ્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


