સાવરકુંડલા,તા.૮
ભાવનગર જિલ્લાના જેસર નજીક કાર પલટી જતાં માણાવદરનાં રહેવાસી સગાં ભાઇ-બહેનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. એકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે રહેતા હરપાલસિંહ ચૂડાસમા, આશાબા ચૂડાસમા અને ઇન્દ્રજિતસિંહ પોતાની કાર લઈ સાવરકુંડલાથી કુકડ ગામ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે ભાવનગર જિલ્લાના જેસર નજીક પુરઝડપે જઇ રહેલ કાર પલટી ગઈ હતી.
સર્જાયેલા અકસ્માતમાં કારમાં બેઠેલા હરપાલસિંહ ચૂડાસમા (ઉ.વ.૩૫) અને તેમનાં બહેન આશાબા ચૂડાસમા (ઉં.વ.૩૩)ને ગંભીર ઇજા થતાં બંન્નેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ઇન્દ્રજિતસિંહને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની જાણ થતાં જેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



