
નાસાએ ૬ વર્ષ બાદ ફરી સુનીતા વિલિયમ્સને પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે પસંદ કરી
વોશિંગ્ટન,તા.૪
નાસાએ શુક્રવારે અંતરિક્ષમાં મોકલવાના પોતાના નવા મેન્ડ મિશનના નામોની જાહેરાત કરી. આ માટે ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ સહિત ૯ એસ્ટ્રોનેટને પસંદ કરવામાં આવ્યાં છે. ૨૦૧૨માં નાસાએ મનુષ્યને અંતરિક્ષમાં લઈ જનારા સ્પેસ શટલને રિટાયર્ડ કરી દીધું હતું. જે બાદથી એજન્સીએ માનવ અંતરિક્ષ યાન બનાવવા માટે એલન મસ્કના સ્પેસ એક્સ અને બોઈંગની સાથે કામ કરી રહ્યાં છે. બંને કંપનીઓ ૨૦૧૯માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ટેસ્ટ ફ્લાઈટ મોકલશે.
મનુષ્યને આઈએસએસ પર મોકલવા માટે નાસાએ ૨૦૧૪માં બોઈંગ અને સ્પેસ એક્સને ૬.૮ બિલિયન ડોલર (લગભગ ૪૬ હજાર કરોડ રૃપિયા)નો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે અંતર્ગત સ્પેસ એક્સે એપ્રિલ ૨૦૧૯માં પોતાના ક્રુ-ડ્રેગન નામના યાનની ટેસ્ટ ફ્લાઈટ રાખી છે. બીજી તરફ બોઈંગે પણ પોતાના સીએસટી-૧૦૦ સ્ટારલાઈનર નામના યાનની ટેસ્ટિંગ આગામી વર્ષે રાખી છે. બંને કંપનીઓ એસ્ટ્રોનોટ્સની સાથે ટેસ્ટિંગ પછી નાસાને પોતાનો રિપોર્ટ આપશે, જેનાથી તે નક્કી થશે છે કે તેમના પ્રોજેક્ટ મનુષ્યને અંતરિક્ષમાં લઈ જવા માટે યોગ્ય છે કે નહીં. સુનીતાને બોઈંગના ટેસ્ટ ફ્લાઈટ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


