પહેલી વખત ભારત પ્રવાસે આવશે પૂર્વ ચેમ્પિયન બોક્સર ટાયસન

0
10


વોશિંગ્ટન,તા.૫
અમેરિકાના વિવાદાસ્પદ પૂર્વ હૈવીવેટ બોક્સર ચેમ્પિયન માઇક ટાયસન પહેલી વખત ભારત પ્રવાસે આવશે. ટાયસનનું કુમિતે ૧ લીગ પહેલી ફાઇટ નાઇટમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે, જે ૨૯ સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાશે. મંગળવારે આ વાતની જાહેરાત કરવામાં આવી.
લીગ આયોજકોનું કહેવું છે કે આ પહેલી તક છે, જ્યારે આ હેવીવેટ ચેમ્પિયન આ મિશ્રિત માર્શ આર્ટ્‌ લીગના મેન્ટરના રૂપમાં દેશની મુલાકાત કરશે. આ લીગને અખિલ ભારતીય મિશ્રિત માર્શ આટ્‌ર્સ ફાઉન્ડેશન અને વિશ્વ કિકબોક્સિંગ મહાસંઘની માન્યતા મળી છે.
લીગના પહેલા સત્રમાં વિવિધ દેશોની આઠ ટીમોની વચ્ચે હરિફાઇ યોજાશે. આયોજકોએ જણાવ્યું કે પ્રત્યેક ટીમમાં ૯ બોક્સર હશે જેમાંથી ૨ મહિલા હશે.
સામાન્ય રીતે બોક્સરોની લાઇફમાં ખૂબ જ ટ્વિસ્ટ એન્ડ ટર્ન હોય છે, પરંતુ બોક્સર ટાયસન જાણીતા અને કુખ્યાત બંને રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY