બિગ બોસ-૧૨નો બીજો પ્રોમો રિલિઝ

0
24


મુંબઈ,તા.૧૯
‘બિગ બોસ’ સીઝન ૧૨ની પ્રતિક્ષા હવે ખતમ થવાની છે કેમકે શો નો બીજા પ્રોમો પણ સામે આવી ગયો છે. આ વખતનો પ્રોમો પાછલી તમામ સીઝનથી અલગ છે જેને જોઈને તમે એટલું જરૂર કહી શકો છો કે ‘બિગ બોસ’ સીઝન ૧૨ સૌથી અલગ થવાનું છે, કેમકે આ પ્રોમોમાં સલમાન ખાન મામા-ભાણેજની સ્ટોરીને અલગ ઢંગથી બતાવી રહ્યા છે…
પ્રોમોમાં સલમાન ખાન કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. સાથે જ મામા-ભાણેજની સ્ટોરી કહી રહ્યો છે. આ પ્રોમોમાં ભાણો પોતાના મામાને પૂછ્યા વગર કોઈ કામ નથી કરી રહ્યો. લગ્ન માટે છોકરીનું નામ પૂછવા માટે પણ તે પોતાના મામની આજ્ઞા લઈ રહ્યો છે.
જણાવી દઈએ કે આ વખતે શો મા ૩ કોમનર અને ૩ સેલિબ્રિટિઝ જોડી હશે. કુલ ૨૧ કંન્ટેસ્ટન્ટમાંથી તે ૧૨ કન્ટેસ્ટંટ્‌સ હશે. બાકી બચેલા ૯ કન્ટેસ્ટંટમાંથી ૩ સેલિબ્રિટિઝ અને ૬ કોમનર હશે. ક્યાં ૬ કોમનર કન્ટેસ્ટંટ્‌સ શો મા એન્ટ્રી કરશે આ વાતનો ખુલાસો સલમાન ખાન શો ની ઓપનિંગ પર કરશે અને દબંગ ખાન સલમાન ખાન જ જોડી બનાવીને ઘરમા પ્રવેશ કરાવશે. આ તમામ વસ્તુ જાણ્યા પછી એવું લાગે છે કે શો આ વખતે ‘બિગ બોસ’ના દર્શકોને વધારે એન્ટરટેનમેન્ટ કરનારો હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY