અબુજા,તા.૧૯
તમે દુનિયામાં ઘણા વિચિત્ર કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે. જેમાં કેટલાક કિસ્સાઓ તો ચોંકાવનારા હશે કે તેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. આજે, અમે તમને આવા જ એક કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જે ઘૃણાસ્પદ હોવાની સાથે ખૂબ જ વિચિત્ર છે. પરંતુ એક આ ઘટના એક હકીકત છે. હકીકતમાં, નાઇજિરિયાના કેટલાક વિસ્તારોમાં, બાળ ઉછેરનું કામ પોલ્ટ્રી ફાર્મની જેમ થાય છે.
ઉલ્લેનીય છે કે આફ્રિકામાં ગરીબી વધુ હોવાના કારણે અન્ય દેશોની કુરિતીઓની જેમ જ નાઇજેરિયામાં બેબી ફાર્મિંગ જેવા ઘૃણાસ્પદ કામ કરતા આ ગોરખ ધંધાના મૂળ ઉંડે સુધી વિસ્તરેલા છે. આ ગોરખ ધંધામાં પોલ્ટ્રી ફાર્મની જેમ ૧૩થી ૧૮ વર્ષની કિશોરીઓને બળજબરીપૂર્વક ગર્ભવતી બનાવી બાળકો પેદા કરવામાં આવે છે જે પછી તે બાળકોને એવા લોકોને વેચી દેવામાં આવે છે જેમને બાળકો નથી હોતા.
આ ઉપરાંત ફાર્મિંગ દરમિયાન ગર્ભવતી કિશોરીઓને કડક નિરિક્ષણ તથા બંદૂકોના ઓછાયા હેઠળ રાખવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમને દેશમાં રહેલા અનાથાશ્રમ અને હોસ્પિટલ જ છુપાઇને અંજામ આપે છે. અહીં ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર છે. તેથી આ કિશોરીઓ ગર્ભપાત નથી કરાવી શકતી. તેનો લાભ લઇને બેબી ફાર્મિંગનું કામ કરવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




