કેરળ પૂરગ્રસ્ત : પ્રિયા પ્રકાશે પૂર પીડિતો માટે વિડિયો વાયરલ કરી મદદ માંગી

0
48


તિરુવનંતપુરમ્‌,તા.૧૯
મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ ઇન્ટરનેટ મારફતે પોતાની અલગ ઓળખ બનાવી ચુકી છે. પ્રિયાનાં ફેન્સ તેના દરેક વિડીયોને પસંદ કરે છે; એ પછી આંખ મારવાનો વિડીયો હોય કે ડાન્સનો. આ દરમિયાન પ્રિયા પ્રકાશે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના ફેન્સને કેરળનાં પુરગ્રસ્ત વિસ્તારો અને લોકોની મદદ કરવા માટે અપીલ કરી છે.
પ્રિયા પ્રકાશે વિડીયો શેર કરતા કહ્યું, “સૌને નમસ્કાર, જેમ કે તમે જાણો છો કેરળનાં લોકોને અત્યારે પુરનો સામનો કરવો પડી રહ્યો છે. ભયંકર વરસાદને કારણે ઘણાં લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે અને હવે તેઓ મુખ્યમંત્રી દ્વારા રાહત કેમ્પમાં રહી રહ્યા છે. તમને દરેકને અનુરોધ છે કે જેટલી પણ મદદ કરી શકો છો કૃપા કરીને કરો અને કેરળ મુખ્યમંત્રી ફંડમાં ડોનેટ કરો. તમને દરેકને અપીલ છે પુરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે. તેમના માટે એક-એક રૂપિયો મહત્વનો છે.”
પ્રિયા પ્રકાશે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો સાથે કેપ્શનમાં પણ લાંબા મેસેજ દ્વારા કેરળમાં પુરને કારણે બેઘર બનેલા લોકોને મદદ કરવાની અપીલ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY