જિનપિંગે ચીનના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા સૂચના આપતા ખળભળાટ મચ્યો

0
4

બીજિંગ,તા.૫
ફરી એકવાર બરબાદી જાવાનો વારો આવે એવું લાગે છે. કારણ કે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ચીનના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. શુક્રવારે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિએ યુદ્ધની તૈયારી વિશે વાત કરી. તેમણે કહ્યું હતું કે ચીન દક્ષિણ ચીનના સમુદ્રમાં પ્રાદેશિક વિવાદો વચ્ચે તેના સશસ્ત્ર દળોને પ્રોત્સાહન આપી રહ્યું છે અને વેપારથી લઈને તાઇવાન સુધીના મુદ્દાઓ પર યુનાઈટેડ સ્ટેટ્‌સ સાથે તણાવ વધી રહ્યો છે.
ચાઇનાની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર, રાષ્ટ્રપતિએ ચાઇનાના પડકારો અને ધમકીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સૈન્ય અધિકારીઓને દરેક પ્રયાસ કરવા માટે જણાવ્યું છે. તેમજ શી સેન્ટ્રલ મિલિટરી કમિશનના પ્રમુખ પણ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વને એવા મુખ્ય પરિવર્તનનો સામનો કરવો પડે છે જે આ સદીમાં ક્્યારેય જાવા મળ્યો નથી અને ચીન હજુ વિકાસના સમયમાં છે.
તેમણે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો એટલા તો મજબુત હોવા જોઈએ કે આપાતકાલીન પરિસ્થિતિનો તાત્કાલિક જવાબ આપી શકે. તેમની સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓને અપગ્રેડ કરવાની અને નવા પ્રકારની લડાઇ દળો તૈયાર કરવાની જરૂર છે. બુધવારે તેના નિવેદન પછી શી જિનપિંગનું આ નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તાઇવાન સાથે ફરી જાડાવાની અને ટાપુની સ્વતંત્રતાને રોકવા માટે ચીનને હજી પણ બળનો ઉપયોગ કરવાનો અધિકાર હેમખેમ છે.
ઉલ્લેખનીય છે કે અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક્ટ ઓફ એશ્યોરન્સ ઇનિશિયેટીવનાં કરાર પર હસ્તાક્ષર કર્યાના થોડા જ દિવસો પછી શીનું આ તાઈવાન ભાષણ આવ્યું છે, જેણે ટાપુના રક્ષણ માટે અમેરિકાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY