યુપીમાં ગેરકાયદે ખનન કૌભાંડમાં IAS ચંદ્રકલાના ઘરે CBIના દરોડા

0
7

એક વર્ષમાં જ વધી ૯૦% ટકા સંપતિ
લખનઉ,તા.૫
ઉત્તર પ્રદેશ કેડરના ૨૦૦૮ની બેચના આઈએએસ અધિકારી બી. ચંદ્રકલાના ઘરે શનિવારે સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હતા. બી. ચંદ્રકલા પર આક્ષેપો હતો કે તેમણે અખિલેશ સરકારમાં જુલાઈ ૨૦૧૨ પછી હમીરપુર જિલ્લામાં ૫૦ જેટલી લાલ માટીની ખાણો ખનન માટે પટ્ટા પર આપી હતી. જા કે આ ગાળામાં ઈ-ટેન્ડરિંગ દ્વારા લાલ માટીની ખાણના પટ્ટાને સ્વીકારવાની જાગવાઈ હતી. તેમ છતા નિયમોની દરકાર કર્યા વગર ગેરકાયદે રીતે ખાણની મંજૂરી આપવામાં આવી હતી.
બી. ચંદ્રકલા યુપીના વટીવટી સર્કલમાં ખૂબજ ચર્ચિ નામ છે. તેમને આઈએએસ સેવામાં ભલે ૧૦ વર્ષનો જ અનુભવ થયો હોય, પરંતુ લોકપ્રિયતામાં તેઓ કોઈનાથી પણ પાછળ નથી.
સોશ્યલ મીડિયા પર તેમની છબિ સ્ટાર કરતા ઓછી આંકવામાં નથી આવતી. આનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વર્તમાન સીએમ યોગી આદિત્યનાથ કરતા પણ વધુ ફોલોઅર્સ ચંદ્રકલાના છે. ચંદ્રકલાના ફેસબુક પેજ પર ૮૫ લાખ લાઈક્સ છે જ્યારે યોગીના પેજ પર ૫૫ લાખ અને અખિલેશના પેજ પર ૬૮ લાખ ફોલોઅર્સ છે.
ફેબ્રુઆરી ૨૦૧૬માં એક સેલ્ફીને લઈને ડીએમ બી. ચંદ્રકલા ચર્ચામાં આવ્યા હતા. યુવકે કલેક્ટોરેટ પરિસરમાં તેમની સાથે બળજબરીપૂર્વક સેલ્ફી લેવા પ્રયાસ કર્યો હતો, જ્યારે યુવકને ના પાડવામાં આવી તો તેણે હંગામો કર્યો હતો. આ યુવકેને શાંતિ ડોહળવાના ગુનામાં જેલમાં ધકેલી દેવાયો હતો. આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો. જા કે ત્રણ દિવસ જેલમાં રહ્યા બાદ યુવકના પરિવારજનોની ડીએમ સમક્ષ આજીજીને પગલે તેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો. વિવાદ આટલેથી ના અટકતા, જ્યારે એક પત્રકારે આ મામલે ડીએમને ફોન કરી તેમની ટિપ્પણી પૂછી તો તેમણે પત્રકારને અભદ્ર વાતો કહી અને તેનો ઓડિયો પણ વાઈરલ થયો હતો. આ કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY