બીજિંગ,તા.૧
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનાં પગલે ચીને પાકિસ્તાન તરફ જતી અને આવતી તમામ હવાઇ સેવાઓ રદ કરી છે. ચીને તેની હવાઇ સેવાનાં રૂટ બદલ્યા છે. કેમ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે ટેન્શન ચાલુ રહ્યુ છે તેના લીધે ચીને આ પગલુ ભર્યુ છે. ચીનનાં બિજીંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પાકિસ્તાનથી આવતી અને પાકિસ્તાન તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.
આ પહેલા કેનેડાઓ પણ પાકિસ્તાન તરફ જતી અને આવતી ફ્લાઇટ રદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલ્વેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજાતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આ ટ્રેનમાં પ્રવાસીઓ ઘટ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
પાકિસ્તાને પણ તેના તરફી આ ટ્રેન ચલાવવા પર રોક લગાવી છે. કેમ કે, હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ છે.
આધારભૂત સુત્રોએ જણાવ્યું કે, તાજેતરમાં સમજાતા એક્સપ્રેસ ટ્રેનમાં પાકિસ્તાન તરફથી એક પણ પ્રવાસી આવતા નથી. આથી આ ટ્રેન ચલાવવાનો કોઇ મતલબ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબધો સુધરશે પછી આ ટ્રેન શરૂ કરીશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



