સોમાલિયાની રાજધાની મોગાદીશુમાં આત્મઘાતી હુમલોઃ ૧૧ લોકોના મોત

0
26

મોગાદીશુ,તા.૧
સોમાલિયાની રાજધાની મોગાદીશુમાં એક આત્મઘાતી હમલામાં લગભગ ૧૧ લોકોના મોત નિપજ્યા છે. તેમજ લગભગ ૨૫ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર આ હમલામાં અલ-શબાબ કે જે અલ-કાયદા સાથે સંકળાયેલી બળવાખોર સંસ્થા છે તેણે આ હુમલો કરાવ્યો છે.
અલ-શબાબનાં ફાઇટરો ઘણીવાર સરકાર સામે ગોળીબાર કરતા હોય છે. અત્યારે તેઓ અલ-મુકરમા હોટેલમાં રહેતા કેટલાક વરિષ્ઠ અધિકારીઓને મારી નાખવાનાં મુડમાં છે. સેમિલી સરકારના કમાન્ડરો અને અધિકારીઓને મારી નાખવા માટે બળવાખોરો એક હોટેલમાં રહેતા હતા અને અધિકારીઓ પણ ત્યાં જ રોકાયા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અલ-મુકરમા રોડ પર કારમાં એક બોમ્બ ફાટ્યો હતો. આ પછી આજુબાજુનાં ઘણા વાહનો ઉડી ગયાં. વિસ્ફોટ પછી સમગ્ર વિસ્તારમાં આગ લાગી હતી. સ્પોટ પર હાજર લોકો કહે છે કે ઘણા બોમ્બ હતા. તેમજ જ્યાં વિસ્ફોટ થયો તે ખૂબ ગીચ વિસ્તાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY