ભીમા કોરેગાંવ કેસ : નજરકેદ રહેશે બધા કાર્યકર્તા,૧૯મીએ વધુ સુનાવણી

0
20

ન્યુ દિલ્હી,તા.૧૭
ભીમા કોરેગાંવ હિંસા મામલામાં કાર્યકર્તાઓની ધરપકડ સામે કરાયેલી અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, અત્યારે કાર્યકર્તાઓને હાઉસ એરેસ્ટ ઉપર રાખવાનો અંતરિમ આદેશ ચાલું રહેશે. આ મામસાની આગામી સુનાવણી ૧૯ સપ્ટેમ્બરના દિવસે થશે.
સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ આ મામલામાં કોર્ટના દખલ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નક્સલ એક ગભીર પ્રકારની સમસ્યા છે. આ પ્રકારની અરજીઓની સાંભળવામાં આવશે તો એક ખતરનાક પ્રિન્સિપલ સેટ થશે. કારણ કે સંબંધિત કોર્ટ આ પ્રકારના મામલાઓ નથી જાઇ શકતી ? દરેક મામલામાં સુપ્રિમ કોર્ટમાં કેમ ?
સરકારની આ દલીલ ઉપર મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું કે, અમે લિબર્ટીના આધારે આ કેસને સાંભળી રહ્યા છીએ. સ્વતંત્ર તપાસ જેવા મુદ્દાઓ ઉપર પછીથી ચર્ચા થશે. તેમણે કહ્યું કે, “અમે માત્ર એ જ જાવા માંગીએ છીએ કે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર અથવા આર્ટિકલ ૩૨ સાથે તો સંકળાયેલો નથી ને?
આ મામલામાં અરજીકર્તાઓ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, તેમણે સીધા સુપ્રીમ કોર્ટ પાસે જ ગયા છે. કારણ કે આ મામલામાં કોર્ટના માર્ગદર્શન હેઠળ સીબીઆઈ કે પછી એનઆઇએની તપાસ ઇચ્છીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક મામલાઓ એક કોર્ટમાં ટ્રાન્સફર કરી દઇએ છીએ. અરજીકર્તા એફઆઇઆરને રદ કરાવવાને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. કોઇ પુરાવા નથી તો તેઓ ફ્રી થઇ જશે. આ પ્રકારે હાઇસ અરેસ્ટનો અંતરિમ આદેશ ચાલુ રાખી શકાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY