મુંબઈ,તા.૧૭
બોલીવુડનાં જાણીતા નિર્દેશક તિંગ્માંશુ ધુલિયાએ ઇરફાન ખાન વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, “મને એ કહેવામાં જરા પણ ખચકાટ નથી કે હિન્દી સિનેમાએ જેટલા પણ અભિનેતા આપ્યા છે તેમા ઇરફાન સર્વશ્રેષ્ઠ છે. તે એક મહાન અભિનેતા, શાનદાર માણસ અને ઉત્તમ દોસ્ત છે. નેશનલ સ્કૂલ આૅફ ડ્રામાનાં દિવસો યાદ કરતા જે વ્યક્તિ વારંવાર યાદ આવે છે તે છે ઇરફાન. હું જ્યારે નેશનલ સ્કૂલ આૅફ ડ્રામામાં પહોંચ્યો ત્યારે ઇરફાન મારા કરતા ૨ બેચ સિનિયર હતો. ત્યારે દ્ગજીડ્ઢનાં જાણીતા અભિનેતાઓમાં ઇરફાનની ગણના નહોતી થતી. એક દિવસ દ્ગજીડ્ઢમાં બ્રેખ્તનું એક નાટક થયું તેમા ઇરફાનની એક્ટિંગ જોઇને હું સ્તબ્ધ થઈ ગયો હતો. આ પહેલા મે ક્યારેય આવો અભિનય જાયો નહોતો. ત્યારબાદ તેને જ્યારે પણ અભિનય કરતા જાયો તો સમજાયુ કે તેના અભિનયમાં તેની પોતાની સમજ હોય છે. અહીંથી મારી અને ઇરફાનની દોસ્તી શરૂ થઈ.”
તિગ્માંશુ ધુલિયાએ વધુમાં કહ્યુ કે, “અમારા બંનેમાં સિનેમા જ નહી, જિંદગીને લઇને પણ સમાન વિચાર હતા. ઇરફાન જે નિર્દેશક, અભિનેતા અને અભિનેત્રીઓને પસંદ કરતો હતો એ મારી પણ પસંદ હતી. સાહિત્ય અને રાજનીતિ પર વાત કરવા માટે પણ અમારી પાસે ઘણું બધુ હતુ. કામ પ્રત્યેની ઇમાનદારી પણ સમાન હતી.” મુંબઈમાં બોલીવુડમાં કામની શરૂઆતની વાત કરતા તિગ્માંશુ કહે છે, “ઇરફાન ૧૯૯૦માં ઇરફાન મુંબઈ જઈ ચુક્્યો હતો, જ્યારે હું ૧૯૯૩માં પહોંચ્યો હતો. પોતાના રાલને લઇને ચિંતાની હદ સુધી જે મહેનત કરતો હોય તેવો પહેલો અભિનેતા મે જાયો. તે પોતાના પાત્રને લઇને ઘણી જ મહેનત કરે છે. તે ઇન્ટેલિજેન્ટ અભિનેતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





