મુંબઈ,તા.૧૦
વીતેલા દાયકાના ટોચના અભિનેતા ફિલ્મ સર્જક મનોજ કુમારની ૧૯૬૪ની સુપરહિટ ફિલ્મ વો કૌન થીની રિમેકમાં બિપાસા બસુ મુખ્ય રોલ કરવા માટે સાઇન થઇ હોવાની માહિતી મળી હતી.
અગાઉ આ ફિલ્મ ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન કરવાની હતી. પરંતુ ઐશ્વર્યાએ આ ફિલ્મ છોડી દીધી હતી. નિર્માતા ક્રી અર્જની આ ફિલ્મમાં મનોજ કુમારવાળો રોલ અર્જુન એન. કપૂર કરવાનો છે. ફાઇવ એલિમેન્ટસે આ ફિલ્મની જવાબદારી પોતાના ખભા પર લઇ લીધી હોવાની માહિતી પણ મળી હતી. આ ફિલ્મથી અર્જુન એન કપૂર અભિનેતા તરીકે પદાર્પણ કરી રહ્યો છે.
૧૯૬૪માં રજૂ થયેલી ફિલ્મમાં મનોજ કુમાર અને સાધનાએ મુખ્ય રોલ કર્યા હતા. મદન મોહનનું સંગીત પણ હિટ નીવડયું હતું અને આ ફિલ્મ સસ્પેન્સ થ્રીલર તરીકે વખણાઇ હતી.
હવે એની રિમેક બની રહી છે જેમાં અર્જુન એન. કપૂર તથા બિપાસા બસુ મુખ્ય ભૂમિકા કરવાના છે. જા કે અત્યાર અગાઉની કેટલીક સુપરહિટ ફિલ્મો રિમેકમાં અગાઉ જેવી સફળતા મેળવી શકી નહોતી. એવી બે ફિલ્મો ખાસ ઉલ્લેખનીય ગણાય- ખૂબસુરત અને ઇત્તેફાક.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




