મનોરંજનની દુનિયામાં માત્ર પ્રભિતા ન ચાલે,સખ્ત મહેનત જરૂરી છે : આર માધવન

0
17

મુંબઈ,તા.૧૦
મોખરાના અભિનેતા આર માધવને કહ્યુ હતું કે મનોરંજનની દુનિયામાં માત્ર પ્રતિભાના જારે ટોચના કલાકાર બની શકાય નહીં. એ માટે સખ્ખત મહેનત પણ જરૃરી છે.
કોમ્પ્યુટર એંજિનિયર અને આઇટીના પ્રોફેસરપદેથી પહેલાં ટચૂકડા પરદે અને ત્યારબાદ સાઉથની ફિલ્મોમાં ચમક્્યા બાદ હિન્દી ફિલ્મોમાં પ્રવેશેલા માધવનને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિન્દી ભાષા પર અપૂરતો કાબુ હોવાના કારણે સાઉથના કલાકારો બોલિવૂડમાં જામતા નથી એવું તમે માનો છો ખરા ? ત્યારે માધવને કહ્યુ હતું કે હું એવુંં માનતો નથી. ‘તમારામાં પ્રતિભા હોય અને તમે સખ્ખત મહેનત કરવા રાજી હો તો આખરે તમે સફળતાને વરો છો. એ માટે ભાષાને દોષ દેવો યોગ્ય નથી. કલાકાર કઇ ભાષાની ફિલ્મ કરવા માગે છે અને કેટલી હદે મહેનત કરવા તૈયાર છે એના પર ઘણો આધાર છે’ એમ માધવને વધુમાં કહ્યુ હતું.
તેણે ઉમેર્યું હતું કે કેટલાક એવા કલાકારો છે જે માત્ર એક જેનરની ફિલ્મો કરે છે જ્યારે બીજા કેટલાક એવા કલાકારો છે જે વિવિધ જેનરની ફિલ્મો કરે છે અને ટકી જાય છે. બાકી હું ફરીને કહું છું કે પ્રતિભા, સખ્ખત મહેનત અને ધીરજભેર કામને વળગી રહેવાથી વહેલી મોડી કામિયાબી અચૂક મળે છે.
માધવનની માતૃભાષા તમિળ હોવા છતાં એણે રહના હૈ તેરે દિલ મેં, થ્રી ઇડિયટ્‌સ, તનુ વેડ્‌સ મનુ, સાલા ખડ્ડૂસ અને રંગ દે બસંતી જેવી ફિલ્મો હિન્દી ભાષામાં કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY