અક્ષય કુમારે ૨.૦નું નવું પોસ્ટર રિલિઝ કર્યું

0
21

મુંબઈ,તા.૧૦
ટોચના એક્શન હીરો અક્ષય કુમારે પોતાના ૫૧મા બર્થ ડેએ એની આગામી ફિલ્મ ૨.૦ના નવા પોસ્ટરને રિલિઝ કર્યું હતું. સાઉથના ટોચના ફિલ્મ સર્જક શંકર દ્વારા ૪૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી આ ફિલ્મમાં સાઉથનો ભગવાન મનાતો અભિનેતા રજનીકાંત મુખ્ય રોલ કરી રહ્યો છે. ૨૦૧૦માં શંકર અને રજનીકાંતની સુપરહિટ નીવડેલી ફિલ્મ એન્થીરન (રોબોટ)ની આ સિક્વલ ૨.૦માં રજનીકાંત સાથે પહેલીવાર બોલિવૂડનો સુપર એક્ટર અક્ષય કુમાર ચમકી રહ્યો છે. મૂળ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન રજનીકાંત સાથે ચમકી હતી.
આ ફિલ્મના પોતાના પાત્રને અક્ષય કુમારે ડાર્ક સુપરહીરો સમાન ગણાવ્યું હતું. આ પાત્ર એક રીતે નેગેટિવ પાત્ર હોય એવું એના બિહામણા ગેટપ પરથી જણાય છે. આ ફિલ્મ વાસ્તવમાં ગયા વરસના ઉત્તરાર્ધમાં રજૂ થવાની હતી પરંતુ એક યા બીજા કારણે સતત વિલંબમાં પડતી રહી હતી. હવે એની રજૂઆત નજીકના દિવસોમાં થવાની છે.
અક્ષય કુમાર અત્યાર અગાઉ એકધારી રીતે આઠથી વધુ હિટ ફિલ્મો આપી ચૂક્્યો છે એટલે એનો આત્મવિશ્વાસ સુદ્રઢ છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે કામ કરવા મળી રહ્યું હોવાથી એણે રાક્ષસ જેવો ગેટપ ધરાવતું પાત્ર કરવાની પણ તૈયારી દાખવી હતી. જા કે એના કામને ખુદ રજનીકાંતે બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે શંકર જેવા કર્મનિષ્ઠ ડાયરેક્ટરની કસોટીમાંથી અક્ષય કુમાર પાર ઊતર્યો એ દેખાડે છે કે એ કેટલો સરસ અભિનેતા છે.
આ ફિલ્મની હિન્દી આવૃત્તિના રાઇટ્‌સ કરણ જાહરે ખરીદ્યા છે અને એણે પણ આ પોસ્ટરને ટ્‌વીટર પર રજૂ કર્યું હતું. થ્રી ડી ફોર્મેટમાં રજૂ થનારી આ ફિલ્મ ચાલુ માસની ૧૩મીએ રજૂ થવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY