મધ્યપ્રદેશમાં ચાર દબંગોએ ૭૦ વર્ષીય દલિત ખેડૂતને જીવતો સળગાવી દેતાં અરેરાટી

0
11

ભોપાલ,તા.૨૨
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલની નજીકના બેરસિયા તાલુકાના પરસોરિયા ઘાટખેડી ગામમાં ચાર દબંગો દ્વારા ૭૦ વર્ષીય દલિત ખેડૂતોને જીવતો સળગાવી દેવાની અરેરાટી ભરેલી ઘટના સામે આવી છે. કિશોરીલાલ જાટવે પોતાના પટ્ટાની જમીન ખેડી રહેલા દબંગોનો વિરોધ કરતા તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.
૭૦ વર્ષીય ખેડૂત નેવું ટકા દાઝી ગયો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં કિશોરીલાલ જાટવે આખરી શ્વાસ લીધો હતા. બેરસિયા પોલીસે સનસનાટીપૂર્ણ હત્યાના મામલામાં ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યા, ખેતર પર કબજા કરવાની કોશિશ અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આરોપીઓની રાત્રિ સુધી ધરપકડ નહીં થવાને કારણે ગામમાં તણાવ પણ વધ્યો હતો. હોસ્પિટલ પર નારાજ ભીડ દ્વારા હંગામો કરાતા બેરસિયા પોલીસે ભોપાલથી વધારની પોલીસ ટુકડી બોલાવી હતી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY