નડિયાદ,
તા.૮/૫/૨૦૧૮
નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કરતાં કારચાલકનું મોત થયું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત અનુસાર નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈ વે પર કોઈ અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. આ સાથે જ કારચાલક પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં કારચાલકનું મોત ઘટના સ્થળે જ નિપજ્યું હતું. જા કે હજુ સુધી કારચાલકની ઓળખ થઈ નથી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કારચાલક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જા કે હાલ તો પોલીસે ૧૦૮ મારફતે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જાકે કારચાલકની ઓળખ થઈ શકી નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"