રાહુલ ગાંધી ચીનના પ્રવક્તા જેવું વર્તન કેમ કરે છે? : ભાજપ

0
544

ન્યુ દિલ્હી,તા.૩૧
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતાં પાત્રાએ કહ્યું કે, “રાહુલને માત્ર ચીન પર જ વિશ્વાસ છે. તેઓને તેમની સાથે પ્રેમ છે. તેઓ ચીન પાસેથી શિખવાનો વીડિયો ટ્‌વીટ કરે છે. ડોકલામ સમયે તેઓએ ચીન સાથે ગુપચુપ રીતે વાત કરી. તેઓ કેમ મળ્યાં? તેઓને આ અંગે કોઈ જાણકારી નથી. રાહુલે જર્મનીમાં ડોકલામને લઈને કહ્યું કે આ અંગે તેઓ કંઈજ નથી જાણતા.”
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પ્રવક્તા બોલ્યાં કે, “ડોકલામ વિવાદ સમયે રાહુલે રાત્રે પરિવાર સહિત ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી. પરંતુ ભારત સરકારને વિશ્વાસમાં ન લીધા. પહેલાં કોંગ્રેસે આ મુલાકાતને ફગાવી પણ બાદમાં આ અંગેનો સ્વીકાર કરવો પડ્યો. કેમ તેઓ વિશ્વભરમાં ચીનના ગુણગાન ગાઈ રહ્યાં છે. તેઓ ચીનનો પ્રચાર એવી રીતે કરે છે, જાણે ચીને તેમને આ કામ માટે જ રાખ્યાં હોય.
પાત્રાએ વધુમાં કહ્યું કે, “જર્મનીમાં જ્યારે રાહુલ ગાંધીને ડોકલામને લઈને સવાલ પૂછવામાં આવ્યાં તો તેઓએ કહ્યું કે મને આ અંગે વધુ માહિતી નથી. જ્યારે તમને જાણકારી જ નથી તો તમે ડોકલામને ધોખાલામ કઈ રીતે કહ્યું? રાહુલને ચીન સાથે ઘણો જ લગાવ છે. તેઓ દરેક ચીજ પર હંમેશા ચીનનું જ ઉદાહરણ આપે છે. પરંતુ ક્્યારેય ભારતીયતાની કોઈ વાત નથી કરતા.
ભાજપના પ્રવકતા આટલેથી ન અટકતાં તેઓએ વધુમાં કહ્યું કે, “રાહુલ ભારતીય પ્રવક્તાની જેમ વાત કરવાને બદલે ચીનના પ્રવક્તાની જેમ કેમ રજૂ થાય છે?

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY