વોટસએપ પર વરલી મટકાનો જુગાર રમતાં છ ઝડપાયાં

0
148

સુરત,તા.૨૯
વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર આવેલી સબરસ કોલ્ડ્રીંક્સની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમતાં છ પકડાયાં હતાં. પોલીસે બાતમીના આધારે રેડ કરી સૌ પ્રથમ બે ઈસમોને ઝડપી લીધા હતાં. બાદમાં તેના ફોન ચેક કરતાં વોટસએપ પર આકડા મોકલી રમનારા અન્ય ૪ને ઝડપી લેવામાં આવ્યાં હતાં. પોલીસે છ આરોપીઓ પાસેથી રોકડ ૫૭ હજાર સહિત ૪૮ હજારના મોબાઈલને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
હાઈટેક રીતે વલસાડમાં રમાતો જુગાર પોલીસે ઝડપીને આરોપીઓની પુછપરછ કરી હતી. જેમાં આરોપીઓ મહેસાણાના રજાક નામના શખ્સની દોરવણી હેઠળ જુગાર રમી વરલી મટકાનું મોબાઈલ ફોનના વોટસએપ ગ્રુપ પર કટીંગ લઈને જુગાર રમતા પોલીસે રજાકને વોન્ટેડ જાહેર કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY