જો નાના દવાખાનાઓની કોઈ પણ ફરિયાદ આવશે તો જોવા જેવી થશેઃ કેજરીવાલ

0
25

ન્યુ દિલ્હી,તા.૬
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્ય વિભાગનાં અધિકારીઓને ચેતવણી આપી છે કે, જા શેરી દવાખાનાની યોજના અંતર્ગત સમગ્ર કામકાજ યોગ્ય રીતે અમલ ના થયો તો તેઓ અધિકારીઓ વિરુધ્ઘ ફરિયાદ કરશે અને તેમને સજા અપવાવા માટે તેઓ ગમે તે હદ સુધી જઈ શકે તેમ છે. આમ આદમી પાર્ટી સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય દિલ્હીની જનતાને મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. જણાવી દઈએ કે શહેરમાં ૧૮૮ મોહલ્લા કિલનીક છે.
એક અધિકારીએ જણાવ્યું કે, કેજરીવાલે મંગળવારે દિલ્હી સચિવાલયમાં સ્વાસ્થ્ય વિભાગનાં અધિકારીઓ અને શેરી દવાખાનાનાં ડોકટરો સાથે બેઠક કરી અને કહ્યું કે સરકાર આ કાર્યમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરી લે. આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, અમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે મજબુર ના કરશો. જા દવાઓ હાજર નહીં હોય તો, હું અધિકારીઓ વિરુધ્ઘ ફરિયાદ નોંધાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકુ તેમ છું.
તેમણે અધિકારીઓને ફાઈલોને લઈને જે મોડું થાય છે તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે શેરી દવાખાનાઓમાં ઘણી બધી ફરિયાદો આવતી હોય છે. ક્્યારેક દવાઓ નથી હોતી તો ક્્યારેક ડાક્ટર હાજર નહીં હોવાની ફરિયાદ. આવી બધી ફરિયાદોનાં કારણે જ અરવિંદ કેજરીવાલે કડક પગલાઓ લેવા પડ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY