વિદેશની જેમ ભારતમાં પણ -મી ટુ-ની લડતમાં બોલીવુડના સંસ્કારી બાબુજીની સાથે મોદી સરકારના એક મંત્રી એમ.જે.અકબરની વિરુદ્ધમાં એક નહિ પણ પાંચ-પાંચ આંગળીઓ ચીંધાઈ રહી છે. પૂર્વ સંપાદક અકબરની વિરુદ્ધમાં ઓછામાં ઓછી ચાર મહિલા પત્રકારોએ અવાજ ઉઠાવ્યો છે અને વધુ પણ થઇ શકે છે. જે એક પછી એક યૌન શોષણ બાબતે પોતાનો અવાજ ઉઠાવવા પ્રયત્નો કરશે. ભાજપા સરકારના કેન્દ્રીય મંત્રી અકબરની વિરુદ્ધમાં યૌન શોષણ કર્યાની ફરિયાદ ગંભીર મામલો છે. વડાપ્રધાન મોદી સરકારની છબી બગડતી બચાવવા માટે અકબર ધ ગ્રેટનું બલીદાન આપે એ સમયની માંગ છે. તેમની જ સરકારનાં મંત્રી મેનકા ગાંધીએ અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસની માંગ કરી છે. આ બાબતમાં મંત્રી સુષ્માજીને કેટલીક મહિલા પત્રકારોએ સવાલ કર્યા તો તે ચુપચાપ રવાના થઇ ગઈ કારણકે મામલો ગંભીર છે અને સરકારમાં જે માહોલ બન્યો છે કે બનાવાયો છે તેને જાતા વગર મંજુરીએ કોણ બોલશે..?? હા જા વિરોધ પક્ષના કોઈ નેતાનું નામ હોત તો ભાજપા મહિલા મોરચો મેદાનમાં આવી ગયો હોત.
કેન્દ્રમાં ભાજપાની સરકાર આવ્યા બાદ ભાજપાના ધારાસભ્ય, પાર્ષદ અને ન જાણે કેટલા પદાધિકારીઓ પર દુષ્કર્મ કે યૌન શોષણના આરોપ લાગ્યા, દાખલા તરીકે ગુજરાતમાં નલિયા ગેંગ રેપ મામલા, ગુજરાતનાં જ એક અન્ય પ્રદેશ ઉપાધ્યક્ષ ભાનુશાળીની વિરુદ્ધમાં દુષ્કર્મનો આરોપ, યુપીના ઉન્નાવનો ચર્ચાસ્પદ દુષ્કર્મ કાંડ જેમાં ભાજપાના ધારાસભ્યની વિરુદ્ધમાં ફરીયાદ દાખલ કરવાવાળી યુવતીનાં પિતાની માર મારીને હત્યા કરવી અને હવે મામલો ખુદ વડાપ્રધાન કે મંત્રીઓની નજીક પહોંચી ચુક્યો છે. રાજકીય પક્ષોમાં જા -મી ટુ- શરૂ થાય તો અનેક નેતાઓ વસ્ત્ર વગરનાં- નગ્ન દેખાશે. અનેકોનાં ભાંડાઓ ફૂટશે. ટિકીટ અપાવવાની લાલચમાં કેટલીય મહિલાઓનું યૌન શોષણ થયું હશે. બોલીવુડની જેમ રાજકીય ક્ષેત્રમાં -મી ટુ- શરૂ નહિ થાય તેની કોઈ ગેરંટી તો નથી. પરંતુ શરૂ પણ થવી જાઈએ.
યૌનશોષણનો આરોપ લગાડવાવાળી મહિલા જાણે છે કે આવા પ્રકારના આરોપો પછી તેની પર શું વીતશે. છતાં પણ અન્યોને બચાવવા માટે તે પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે તેને ન્યાય આપવા માટે જેના પર આરોપ લાગ્યા હોય તેના પર કાયદાકીય કાર્યવાહી થાય ત્યારે તે પીડિતાને ન્યાય મળી શકે છે. મંત્રી અકબરની વિરુદ્ધમાં જે ચાર કે પાંચ મહિલા પત્રકારોએ અવાજ ઉઠાવ્યો છે તે મહિલાઓને ન્યાય અપાવવા માટે અકબરને ખુશીથી છુટો કરી દે-કાઢી મુકે. તે સંદેશ આપે છે કે બેટી પઢાવો-બેટી બચાવો, બેટીઓ જ્યારે પોતે જ બચાવ માટે રજૂઆત કરી રહી છે. તેમની સાથે થયું તેવું અન્ય સાથે ન થાય તેને માટે પોતાનો જીવ જાખમમાં મુક્્યો છે. તેમને વડાપ્રધાન ઉપર વિશ્વાસ છે કે તેઓ તેમને ન્યાય અપાવશે. તે પીડિત મહિલાઓને માટે માંધાતા મંત્રી અકબરને વડાપ્રધાન મોદી સરકારમાંથી દુર કરે. અગર આવું ન થાય તો સમાજ અને દેશમાં સરકારનો મેસેજ કેવો જશે..?? તમે આરોપ લગાવો અમે કાંઈ જ નહિ કરીએ..?!! બેટીઓને ન્યાય જાઈએ બીજું કાંઈ જ નહિ બસ…
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



