વિશ્ર્વમાં છેલ્લાં એકાદ વરસથી ટ્વિટરનું મીટુ હેશટેગ ચર્ચામાં છે. આ હેશટેગ સાથે મહિલાઓ ભૂતકાળમાં થયેલી પોતાની જાતીય સતામણીના કિસ્સા લોકો સામે મૂકે છે. વર્ષો પહેલાં સામાજિક કાર્યકર તરાના બુર્કેએ પહેલી વાર મીટુ શબ્દપ્રયોગ કરેલો. તરાના બુર્કે સોશિયલ નેટવર્ક માયસ્પેસ પર બ્લેક યુવતીઓ પોતાની જાતીય સતામણી સામે અવાજ ઉઠાવે તે માટે ઝુંબેશ ચલાવતી. તરાના પોતે નાની ઉંમરમાં જાતિય સતામણીનો ભોગ બનેલી. એક ૧૩ વર્ષની છોકરીએ પોતાના પર થયેલા અત્યાચારો અને જાતીય સતામણીની વાત કરી ત્યારે તરાના તેને કહેવા માગતી હતી કે, મીટુ (હું પણ). મતલબ કે હું પણ જાતિય સતામણીનો ભોગ બનેલી જ છું.
તરાના એ બે શબ્દો ના બોલી શકી પણ આ બે શબ્દો તેના મનમા વસી ગયા. તરાનાએ પોતે ઝુંબેશ શરૂ કરી ત્યારે એ શબ્દો સાહજિક રીતે જ તેના મનમાં સ્ફૂર્યા ને તેણે એ શબ્દોનો ઉપયોગ કર્યો. તરાના વરસો સુધી એ શબ્દોનો ઉપયોગ કરતી ને મહિલાઓને જાતીય સતામણી સામે બોલવા તથા લડવા માટે પ્રોત્સાહિત કરતી હતી પણ તેની બહુ નોંધ નહોતી લેવાઈ. ઓક્ટોબરમાં ૨૦૧૭માં અભિનેત્રી અલિસા મિલાનોએ ટ્વિટર પર મીટુ નામે હેશટેગ બનાવ્યું ને આ શબ્દો આખી દુનિયામાં ફેલાઈ ગયા. પલ્પ ફિક્શન અને શેક્સપિયર ઈન લવ સહિતની ઘણી યાદગાર ફિલ્મો બનાવનારા હાર્વે વેઈનસ્ટેઈન સામે અભિનેત્રીઓએ જાતીય સતામણી અને બળાત્કારના આક્ષેપો મૂક્યા પછી આૅસ્કાર એકેડેમીમાંથી વેઈનસ્ટેઈનને તગેડી મુકાયેલો. તેના પગલે મિલાનોને તેના મિત્રોએ જાતીય સતામણી અંગે લખવા કહ્યું. મિલાનોએ તેમની વાત માનીને પોતાની પોસ્ટ મીટુ હેશટેગ સાથે મૂકી ને એ પછી જે થયું તે ઈતિહાસ છે.
મિલાનોની પોસ્ટના પગલે મીટુ એક હેશટેગ ના રહેતાં ઝુંબેશ બની ગઈ ને એક પછી એક યુવતીઓ મેદાનમાં આવી ગઈ. આ યુવતીઓમાં સેલિબ્રિટીઓની સંખ્યા વધારે છે ને આ યુવતીઓ જેમની પાપલીલા ને કામલીલાનો ભોગ બનેલી એ પુરૂષોમાં પણ મોટાં માથાં વધારે છે. મીટુ ઝુંબેશ શરૂ થઈ એ પહેલાં જ વેઈનસ્ટેઈન તો છાપે ચડી ગયેલો ને તેની સામે કેસ મંડાઈ જ ગયેલા પણ આ ઝુંબેશ શરૂ થઈ પછી બીજી એક્ટ્રેસીસની હિંમત પણ ખૂલી ને વેઈનસ્ટેઈનની પથારી જ ફરી ગઈ. વેઈનસ્ટેઈન એકલો જ નહીં પણ બીજા કેટલાય મોટા કહેવાતા લોકોના અસલી ચહેરા આ ઝુંબેશના કારણે સામે આવી ગયા.
ભારતમાં આ ઝુંબેશને બહુ પ્રતિસાદ નહોતો મળ્યો. આપણે ત્યાં સ્ત્રીઓમાં હિંમતનો અભાવ છે કે પછી બીજું કંઈ કારણ હશે પણ ભારતમાં મીટુ હેશટેગ સાથે ઉડીને આંખે વળગે તેવી જાતીય સતામણીની વાતો અત્યાર લગી બહાર નહોતી આવી. તેથી આપણા કહેવાતા મોટા લોકોનાં પાપ ઢંકાયેલાં હતાં. એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો એ સાથે જ સ્થિતિ બદલાઈ ને ભારતીય યુવતીઓની હિંમત પણ ખૂલી ગઈ. અચાનક જ મહિલાઓએ ભૂતકાળમાં પોતાના પર થયેલા બળાત્કાર ને બીજા પ્રકારની જાતીય સતામણીની વાતો લોકો સામે મૂકવા માંડી છે. ગાયક કૈલાશ ખેર, અભિનેતા રજત કપૂર અને આલોકનાથ, ડિરેક્ટર વિકાસ બહલ સહિતના સમાજના મોટા ને સફળ કહેવાતા લોકો સામે આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. આ તો થોડાંક નામ આપ્યાં પણ આવા તો બીજા કેટલાય નમૂના છે કે જેમનાં નામ અત્યારે ગાજી રહ્યાં છે. આ લોકોએ ભૂતકાળમાં કઈ રીતે પોતાને હવસનો શિકાર બનાવેલી ને જાતીય સતામણી કરેલી તેની વાતોનો મારો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે. મંગળવારે મોટો ધડાકો થયો ને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન એવા એમ.જે. અકબર સામે ચાર યુવતીઓએ આક્ષેપો કર્યા તેમાં આ મુદ્દો વધારે ગરમ થઈ ગયો. અકબર પહેલાં પત્રકાર હતા ને ઘણાં અંગ્રેજી અખબારોના એડિટર તરીકે કામ કરેલું. કાંગ્રેસીઓની આંગળી પકડીને એ રાજકારણમાં આવ્યા. એ વખતે નરેન્દ્ર મોદીને ને ભાજપને ભરપેટ ગાળો આપતા હતા પણ પછી મોદીનો ચઢતો સિતારો હતો ત્યારે ગુલાંટ લગાવીને મોદીની પંગતમાં જ બેસી ગયા. ભાજપ પણ તેમનામાં શું ભાળી ગયેલો એ રામ જાણે પણ તેમને લીલા તોરણે પોંખીને મિનિસ્ટર બનાવી દીધેલા. વરસોથી ભાજપમાં તળિયાં તપાવનારા મોં વકાસીને જાતા રહી ગયેલા ને આજકાલના આવેલા અકબર પ્રધાન બની ગયેલા. આ અકબર એડિટર હતા ત્યારે તેમણે પોતાની જાતીય સતામણી કરેલી ને અયોગ્ય વર્તન કરેલું તેવી રાવ તેમણે નાંખી છે. આ યુવતીઓમાંથી કેટલીક અકબર સાથે કામ કરતી હતી ને કેટલીકને ઈન્ટરવ્યૂના બહાને બોલાવીને અકબરે સતામણી કરેલી તેવો આક્ષેપ તેમણે કર્યો છે.
અકબર સામેના આક્ષેપો સાચા છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે કેમ કે વરસો પહેલાં શું બનેલું એ આપણને ખબર નથી તેથી અકબરે ખરાબ કર્યું જ હશે એવા તારણ પર ના આવી શકાય. આલોકનાથ કે બીજા એક્ટર્સ સામેના આક્ષેપોને પણ આ જ વાત લાગુ પડે છે ને તેમણે પણ કશું ખોટું કર્યું જ હશે એવું કહેવું મુશ્કેલ છે. માત્ર યુવતીઓ આક્ષેપ કરે તેના કારણે તેમના પર બળાત્કાર થયો હશે કે જાતીય સતામણી થઈ હશે એવું માની ના લેવાય. આ ન્યાયનો સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત દરેક અપરાધમાં લાગુ પડે. તમે કોઈની પણ સામે આરોપ મૂકો તો તેના સમર્થનમાં પુરાવા પણ આપવા પડે. જ્યાં લગી પુરાવા ના મળે ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષિત કે અપરાધી માની ના શકાય. આ વાત મીટુ હેશટેગ પર થતા દરેક આક્ષેપને લાગુ પડે છે.
આ આક્ષેપો સાચા હોય તો ખરેખર શરમજનક કહેવાય પણ માત્ર આક્ષેપો કરવાથી કશું થતું નથી. જે લોકોએ આ શરમજનક હરકતો કરી છે તેમને તેમનાં કુકર્મોની સજા મળે તે માટે લડવું પણ જરૂરી છે. અમેરિકા સહિતના દેશોમાં આ પ્રકારના આક્ષેપો કરનારી ઘણી યુવતીઓ કોર્ટમાં ગઈ છે ને પોતે કરેલા આક્ષેપો સાબિત કરવા કાનૂની જંગ લડી રહી છે. વેઇનસ્ટેઈન સામે તો ઢગલો કેસ થયા છે. બીજા પણ કેટલાય લોકો ભેરવાઈ ગયા છે ને કોર્ટનાં ચક્કર કાપતાં થઈ ગયા છે. ભારતમાં હજુ આક્ષેપો જ થઈ રહ્યા છે ને જેમની સામે આક્ષેપો થઈ રહ્યા છે તેમની સામે ફરિયાદ કરવા કોઈ આગળ આવતું નથી. આપણે ત્યાં ન્યાયતંત્ર કાચબાની ગતિએ ચાલે છે એ કારણે યુવતીઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય એ પણ શક્્ય છે. જા કે કારણ ગમે તે હોય પણ જ્યાં સુધી અકબર કે આલોકનાથ કે બીજા કોઈની પણ સામે ફરિયાદ ના થાય ત્યાં લગી તેમને આરોપી પણ ના કહી શકાય. કોઈની સામે માત્ર આંગળી ચીંધી દેવાથી કોઈ ખરાબ ના થઈ જાય. તમે કોઈની સામે આક્ષેપ કરો તો તેની સામે કાનૂની લડત લડવાની હિંમત પણ બતાવવી પડે. તનુશ્રી દત્તાએ એ હિંમત બતાવીને નાના પાટેકર સામે ફરિયાદ નોંધાવી છે પણ બીજું કોઈ તો આગળ પણ નથી આવતું. જા કે આપણે એવી સ્થિતિ કેમ છે તે પણ વિચારવું જાઈએ. અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે તેના પગલે એવી કોમેન્ટ્સ થઈ રહી છે કે, અત્યારે દસ વર્ષ પછી આ બધી વાતો કરનારી મહિલાઓ તેમની પર બળાત્કાર થયો કે અત્યાચાર થયો ત્યારે કેમ ચૂપ રહી ? હવે ગમે તે કહો તેનો અર્થ ખરો ? ભાજપના સાંસદ ઉદયરાજે પોતે આવી વાત કરી છે. કેટલાક કિસ્સામાં એવું સ્ત્રીઓ પોતાના ફાયદા માટે ચૂપ રહેતી હોય છે. આલોકનાથ સામે બળાત્કારનો આક્ષેપ કરનારી વિનતા નંદાએ પોતે કહ્યું છે કે, પોતાને પૈસા અને ઈન્ડસ્ટ્રીમાં કામની જરૂર હતી તેથી પોતે ચૂપ રહેલી. આ પ્રકારના કિસ્સામાં અત્યારે કશું પણ કહો તેનો અર્થ નથી જ પણ બીજા કિસ્સામાં પહેલાં ફરિયાદ ના કરી તેનાં ઘણાં કારણો હોય જ છે. આપણે ત્યાં સ્ત્રી પર અત્યાચાર ગુજારાય તો પણ તેને જ દોષિત માનવાની માનસિકતા છે. આ માનસિકતાના કારણે સ્ત્રીઓ સંકોચ અનુભવતી હોય છે. બીજું એ કે, અત્યાચારી પુરૂષ વગદાર હોય તો ફરિયાદ થાય તો પણ પગલાં નથી જ લેવાતાં. તનુશ્રી દત્તાના કિસ્સામાં એવું થયું જ છે. તનુશ્રીએ નાના પાટેકર સામે સિને એસોસિએશનમાં ફરિયાદ કરેલી જ પણ કશું ના થયું. ભૂતકાળમાં આસારામ જેવા લંપટો સામે પણ એવું જ થયેલું. ઘણાં કિસ્સામાં લંપટ માણસ નજીકનો જ હોય તેથી પણ સ્ત્રીઓ ચૂપ રહે છે.
આ બધા કારણોસર જે તે વખતે ફરિયાદ ના થાય તો તેનો અર્થ એ નથી જ કે મહિલા દોષિત થઈ ગઈ ને જેણે અત્યાચાર કર્યો એ દૂધે ધોયેલો છે. આ પ્રકારની ઘટનાઓની અસર માનસ પર આખી જિંદગી રહેતી હોય છે એ જાતાં આ મામલાને સંવેદનશીલતાથી લેવો જાઈએ. સ્ત્રીઓ તરફ સન્માન ને તેમની સુરક્ષા એ સમાજની ફરજ છે. તેમાં ચૂક થઈ તેથી આ બધું થાય છે એ સમજવું જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



