૨૦૧૪ પહેલાં દેશભરમાં રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ રૂ.૩૯૮ થી લઈ ૪૧૬ હતા ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલમાં અને રાંધણ ગેસ સિલિન્ડર પર નહીંવત્ ભાવવધારો કર્યો તે સાથે જ વિપક્ષની ભૂમિકા ભજવતા ભાજપા નેતાઓમાંનો ઉર્જા સ્ત્રોત જબકી ઊઠ્યો અને જારદાર રીતે આ ભાવ વધારાનો વિરોધ કર્યો તેમાં આપશ્રીએ તો મરદોને પણ શરમાવે તે રીતે ભારે વિરોધ વચ્ચે સિલિન્ડર જેવડા જ સિલિન્ડર કાર્ડ રાખી ભારે વિરોધ કર્યો હતો રસ્તા ઉપર બેસી ગયા હતા અને સામાન્ય લોકો પણ આપની વાણી-વિરોધ દર્શાવવા પર ફિદા થઈ ગયા હતા. લોકોએ આપના ઉપર બેહદ વિશ્વાસ મૂકી દીધો હતો. જે રીતે લોકોએ રામ મંદિર,મોંઘવારી ડામવા,વિદેશમાંથી કાળાનાણાં લાવી લોકોના ખાતામાં ૧૫-૧૫ લાખની વાત હિન્દુ સમ્રાટ કહેવરાવતા નરેન્દ્ર મોદીજી સહિતના નેતાઓ ઉપર મૂક્યો હતો અને આવુ યાદ આવતાં જ મને દુઃખ થયુ ગુસ્સો આવ્યો પણ કરુ શું…? કારણ હતું કે મારી સાથે તો ઠીક પરંતુ આમ પ્રજાનો તમે બધાએ મળીને વિશ્વાસઘાત કર્યો હતો….!! વળી જા ભૂલે ચુકે વિરોધ કરીએ તો ગુજરાતમાં તો વિરોધ કરવાવાળાના શા હાલ-હવાલ થાય છે તે સૌ કોઈ ગુજરાતના લોકો જાણે છે વિરોધ ભલે સાચો હોય પરંતુ ગુજરાતમાં વિરોધ કર્યો તો ગયા કામથી ગમે તેવા કેસ થઈ જાય અને જેલમાં જવું પડે વધુ ઉગ્રતાથી વિરોધ કરો તો પોલીસ તૂટી પડે તમે ક્યાંયના ના રહો તેવા ખેલ ખેલાઈ જાય..! એટલે અમે વિરોધ કરવાનું માંડી વાળ્યુ છે કારણ હવે તો તમે બધા હાથ જાડ્યા લોકસભા ચૂંટણીમાં મત માંગવા આવવાના છો ત્યારે આપણે તો શું આમ મતદાતા હિસાબ ચુકતે કરશે..!!
સ્મૃતિજી આપ લોકોને રાંધણ ગેસ સિલિન્ડર સસ્તા ભાવે મળી રહે તે માટે આમ પ્રજાને લઈને અવાજ ઉઠાવી જારદાર વિરોધ કર્યો હતો અને હવે…૧૦૦ ટકા ભાવ વધી ગયો છે. રૂ.૪૦૦ના રૂ.૮૦૦ સિલિન્ડર દીઠ થઈ ગયા છે. ત્યારે આને શું કહેવાય? કદાચ તમારા માટે ભાવ વધારો નહીં હોય કારણ એક સાંસદ તરીકે મહિને એક લાખથી વધુ મળે છે ઉપરાંત સરકારી આવાસ,ટેલિફોન,ગાડીઓ,સ્ટાફ,તેમજ સાંસદની કેન્ટીનમાં ભારે સબસિડીવાળું સસ્તા ભાવનું સુંદર અને સરસ નાસ્તો-ભોજન વગેરે જ્યારે અમે તો મોટાભાગના મધ્યમ,મજૂર,ગરીબ વર્ગના છીએ. હવે એક વિનંતી છે આપ સાહેબાને કે ૨૦૧૪માં રાંધણગેસના સબસિડીવાળા સિલિન્ડર જે રીતે અપાતા હતા તે પુનઃશરૂ કરાવી દો જેથી અમને તો ઠીક સમગ્ર દેશની મહિલાઓને રાહત થાય..રસોડાનું બજેટ સચવાય..!! હાં વડાપ્રધાનશ્રી વિદેશમાંથી કાળાનાણાં નથી લાવી શક્યા એટલે તે અંગે તેમને કહેવું યોગ્ય નથી ટલે તેની ઉઘરાણી નથી કરતા બાકી આમ મતદારોની વાત અલગ છે…!!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




