સબરીમાલા વિવાદ : સર્વદલીય બેઠકમાં ભાજપ-કોંગ્રેસનો વાકઆઉટ

0
206

સુપ્રિમ કોર્ટના ચુકાદાના અમલ માટે વધારે સમય માંગવો જાઈએ : ભાજપ-કોંગ્રેસ
તિરુવનંતપુરમ્‌,તા.૧૫
સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને એન્ટ્રી આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભાવિકોમાં ભારે વિરોધ છે.
આમ છતા સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ કરવા માટે કેરાલાની ડાબેરી સરકાર પ્રયત્નો કરી રહી છે.જેના ભાગરુપે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની લેફ્ટ સરકારે તમામ પક્ષોની એક બેઠક આજે બોલાવી હતી. જાકે તેમાં કોઈ સંમતિ બની શકી નથી. ઉલ્ટાનુ ભાજપ અને કોંગ્રેસે આ બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ દલીલ કરી હતી કે સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરવા માટે કોર્ટ પાસે વધારે સમય માંગવો જાઈએ.
સબરીમાલા મંદિરના મામલામાં પુન વિચારણા કરવા માટે ૪૮ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.જેના પર ૨૨ જાન્યુઆરીએ એક સાથે સુનાવણી થવાની છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો ચુકાદો ડાબેરી સરકાર લાગુ કરવા માંગે છે જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પરંપરાનો હવાલો આપીને આ નિર્ણય પર પુન વિચારણા કરવા માટે ભાર મુકી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY