આજથી ગુજરાતમાં વરસાદની આગાહી,૧૦૦૮ મહારુદ્ર અભિષેકનું આયોજન

0
14

અમદાવાદ,તા.૭
સમગ્ર ગુજરાતમાં આવતીકાલે એટલે કે બુધવારે વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ ધાર્મિક વિધિનું પણ આયોજન કરીને રાજ્યમાં એક સંસ્થા દ્વારા ૧૦૦૮ જગ્યાએ મહારુદ્ર અભિષેકનું આયોજન કર્યું છે.
છેલ્લાં બે દિવસથી શહેરમાં વાદળિયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ગરમી અને બફારો ઘટ્યા છે. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં વાદળોની ગેરહાજરીને કારણે ગરમીનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સોમવારે અમદાવાદનું મહતમ તાપમાન ૩૪.૩ ડિગ્રી નોંધાવાની સાથે વાદળિયા વાતાવરણથી ગરમી-બફારાનું પ્રમાણ ઘટ્યું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી ચાર દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો-પ્રેશરથી ૮મી ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY