બોટાદ એલ.સી.બી.એ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ ભેગો કર્યો

0
247

અશોકકુમાર યાદવ,નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ એ દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ બોટાદ ક્રાઇમ બ્રાંચને દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ ક્રાઇમ બ્રાંચ દ્રારા ગઇ તારીખ ૧૬/૦૯/૨૦૧૮ ના રોજ આરોપી મંગળગીરી હરીગીરી ગોસ્વામી રહે. મોહન પાર્ક-૨ પાછળ ગોંડલ વાળાને અલગ અલગ બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ. ૨૦૯૩૫૫૨/- તથા ત્રણ વાહનો કિ.રૂ. ૧૨૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૧૧૫૦૦/- મળી કુલ રૂપીયા ૩૩૦૫૦૫૨/- ના મુદામાલ સાથે પકડી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુ.ર.નં. ૮૮/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૧૧૬(બી), ૮૧, ૮૩ મુજબ ગુન્હો દાખલ થયેલ જે આરોપી જામીન ઉપર મુક્ત થતા આ આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ સુજિતકુમાર નાઆોએ પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી સ્ટાફના પો.હે.કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, જીજ્ઞેશભાઇ હસમુખભાઇ, પ્રવિણસિંહ બનેસિંહ, ભગવાનભાઇ શામળાભાઇ, રામદેવસિંહ દેવુભા, પો.હે.કોન્સ વનરાજભાઇ વિશુભાઇ તથા પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ, ક્રિપાલસિંહ દોલુભા, પુરવભાઇ પ્રવિણભાઇઓએ ગઇ તા. ૨૪/૦૨/૨૦૧૯ ના રોજ રાત્રીના મજકુર આરોપીના વોરંટની બજવણી કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે ધકેલી આપેલ છે.

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY