પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ-અલગ બે ટીમો બનાવી ભુજ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમયાન એક ટીમ ભુજ શહેરની ભાગોળે પેટ્રોલીંગમાં હતી ત્યારે માધાપર જુનાવાસ વિશાલનગરમાં રહેતો હરેશ ઉર્ફે બોબી અશોકભાઇ લખવાણીએ ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે પોતાના ઘરની સામે એક ફોર વ્હીલર કાર નં.જીજે-૦૭ આર ૯૧૮૮ માં રાખેલ છે જે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી હરેશ ઉર્ફે બોબી અશોકભાઇ લખવાણી (સીંધી), ઉ.વ.૩૧, રહે.વિશાલનગર, મ.નં.૧૩, જુનાવાસ, માધાપર, તા.ભુજ વાળાની કબ્જાની ફોર વ્હીલર કાર નં.જીજે-૦૭, આર.૯૧૮૮, કિં. રૂા.પ૦,૦૦૦/- વાળીમાંથી ઇગ્લીશ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની શીલબંધ બોટલ નંગ-૧૦૮, કિ.રૂા.૩૭,૮૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.પ૦૦/- એમ કુલ્લે રૂા.૮૮,૩૦૦/- નો મુદામાલ સાથે પકડાઇ ગયેલ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિ. પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ માધાપર તથા આજુબાજુના વિસ્તારમાંમાં પેટ્રોલીંગમાં રહેલ બીજી ટીમને ગડા પાટીયા પાસે રોડ પર, તા.ભુજ પાસે આવતા ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે, ટ્રક નં.જી.જે.-૧ર એકસ-૩૧૪૬ વાળીમાં બે ઇસમો પુના (મહારાષ્ટ્ર) થી પાવડરની બોરીઓ ભરી આવે છે અને આ ટ્રકમાં હાજર બે ઇસમો મારફતે માંડવીના આશીષ ચંદ્રકાંત જોષી, રહે.મસ્કા, માંડવી વાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને ટ્રક ભચાઉ દુધઇ રોડે થઇ શેખપીર થઇ ભુજોડી રેલ્વે ફાટક થઇ માંડવી તરફ હાલમાં થોડા સમયમાં જ નીકળનાર છે તેવી બાતમી હકીકત મળતાં તુરંત જ વર્ક આઉટ કરી ભુજોડી પાટીયાથી પ્રાઇવેટ વાહનોમાં બેસી ભુજોડી રેલ્વે ફાટકથી થોડે આગળ ગડા પાટિયા પાસે આવી વોંચમાં રહેતા થોડા સમય બાદ બાતમી મુજબની ટ્રક નં.જી.જે.-૧ર એકસ. ૩૧૪૬ વાળી શેખપીર તરફથી આવતાં તેને ગડા પાટીયા પાસે ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની કાચની એક લીટર વાળી મેકડોવેલ નં.-૧, રીઝર્વ વ્હીસ્કી ની કાચની બોટલો નંગ-૧૦ તથા પ્લાસ્ટીકની એક લીટર વાળી મેકડોવેલ નં.-૧, સેલીબ્રશન મેટર્ડ થ્રી એકસ રમ ની બોટલ નં.-૧૩ એમ કુલ્લે બોટલ-ર૩, કિ.રૂા.૧૧,૫૦૦/- ના પ્રોહિ મુદામાલ તથા પોતાના કબજાની ટ્રક નં.જીજે-૧ર, એકસ.૩૧૪૬ કિં.રૂા.૭,૦૦,૦૦૦/- તથા ટ્રકની અંદરની પાવડરની બોરીઓ નં.૩૪૦, કિ.રૂા.૩પ,૧૦૬/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિં.રૂા.૩પ૦૦/- એમ કુલ્લે રૂા.૭,પ૦,૧૦૬/- નો મુદામાલ સાથે પકડાઇ ગયેલ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિ. પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ બંને રેઇડ દરમ્યાન કુલ્લે કિં.રૂા. ૪૯,૩૦૦/- નો ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ તથા અન્ય મુદામાલ કિં.રૂા.૭,૮૯,૧૦૬/- નો તપાસ અર્થે કબજે કરેલ. આમ આ બંને રેઇડ દરમ્યાન કુલ્લે કિં. રૂા.૮,૩૮,૪૦૬/- નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવા માટે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. તરફ મોકલી આપવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




