રાણપુરના બરાનિયા પ્રાથમિક શાળાના નાના બાળકોએ શહીદોના પરીવાર માટે ૨૬૧૧ રૂપિયા ભેગા કર્યા

0
38

૧૯૬૨,૧૯૬૫ અને ૧૯૭૧ ના ચીન અને પાકિસ્તાન સાથે ના યુદ્ધ દરમિયાન સંત શ્રી બજરંગદાસ બાપાએ પોતાના આશ્રમ ની ચીજ વસ્તુઓ અને પોતાના વસ્ત્રો ની લીલામી કરી ને ભારતીય સૈન્ય અને શહિદો પ્રત્યે પોતાનું રૂણ અદા કર્યા ની ભવ્યતા પુર્ણ વિગત અને હકીકત નવી પેઢી અને સાંપ્રત સમાજ જીવન ને પ્રેરક અને પોષક રહી છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા ના બરાનિયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ઉપરોક્ત ભવ્ય ગાથા અને ઈતિહાસ નુ પુનરાવર્તન કરતાં હોય તેમ આજે ગામમાંથી એકત્રિત કરાયેલ ફાળા ને તાજેતરમાં પુલવામા મા થયેલા આતંકવાદી હુમલામા ના શહિદો ના પરિજનો માટે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી સુજિતકુમાર ને અર્પણ કર્યો હતો. રૂ ૨૬૧૧/- ની રાશિ સ્વિકારતા જિલ્લા કલેકટર શ્રી એ શાળા ની બાળકીઓ ને સહ્રદય આવકારી બાળકોના પ્રેરક કાર્ય ને બિરદાવી શાળાના આચાર્ય ભુપતભાઈ સાંથલિયા તથા શિક્ષક લાલજીભાઈ ને અભિનંદન આપ્યા હતા તેમજ શાળાને જ્ઞાનકુંજ પ્રોજેકટ થી સુસજ્જ કરવાની ખાત્રી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બરાનિયા પ્રાથમિક શાળાના સ્વંય સ્ફુરિત પ્રેરણાદાયી બાળકો ના રાષ્ટ્રપ્રેમ અને અને દેશદાઝ ને ગઢડા તાલુકાની ઈશ્વરિયા પ્રાથમિક શાળા ના આચાર્ય વિજયભાઈ સાંથલિયા એ પણ આવકારી ને શાળા ના તમામ બાળકોને ચોકલેટ વિતરણ કરાઈ હતી

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY