લંડનની એક યુવતીએ રાજપીપળા નિવૃત વનકર્મી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પેહલા મિત્રતા કેળવી,બાદમાં ઔષધીય વનસ્પતિના અભ્યાસ અર્થે રાજપીપળા આવવાનું જણાવ્યું,અને ભારતમાં આવ્યા બાદ અલગ અલગ કારણ દર્શાવી મધ્યસ્થ એક યુવાનો ઉપયોગ કરી નિવૃત વનકર્મી પાસે પૈસાની માંગ કરી.
રાજપીપળા :આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડ થતા હોવાના કિસ્સાઓમાં ખાસ્સો વધારો થયો છે.સોશિયલ મીડિયામાં ચેટિંગનો લાલબત્તી સમાન એક કિસ્સો રાજપીપળા માં બનવા પામ્યો છે. એક લંડનની યુવતીએ રાજપીપળાના નિવૃત વનકર્મી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી ઔષધીય વનસ્પતિના અભ્યાસ અર્થે રાજપીપળા આવવાનું જણાવી અલગ અલગ કારણ દર્શાવી બન્ને વચ્ચે મધ્યસ્થ એક યુવાને પૈસાની માંગ કરતા વનકર્મીએ વારા-વારા ફરતી મધ્યસ્થ યુવાનના કહ્યા મુજબના એકાઉન્ટમાં 11 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા . છેવટે પોતે આ કિસ્સામાં છેતરાયા હોવાનું જણાતા નિવૃત વન કર્મીએ રાજપીપળા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજપીપળાના નિવૃત વનકર્મી યોગીરાજસિંહ રત્નસિંહ ગોહિલ સાથે લંડનની ડેનીયલ મોરીશે પ્રથમ ફેસબુક પર ચેટિંગ કરી મિત્રતા કેળવી વિશ્વાસમાં લીધા બાદ વોટ્સએપ પર અવારનવાર ચેટિંગ કરતી હતી.ડેનીયલ મોરીશે ઔષધીય વનસ્પતિના અભ્યાસ અર્થે 20/8/2018 ના રોજ રાજપીપળા આવવાનુ જણાવી બુક કરેલી ફ્લાઇટની ટીકીટનો ફોટો એમના વોટસએપ નંબર ઉપર મોકલ્યો હતો.બંસી વર્માંએ નામના એક વ્યક્તિએ યોગીરાજસિંહને ફોન કરીને એમ જણાવ્યું હતું કે તમારા ગેસ્ટ ડેનીયલ મોરીશ દિલ્હી એરપોર્ટ પર છે સિક્યુરિટી કારણોસર બેસાડેલા છે.એમનું કાર્ડ ચાલતુ નથી તમે એમને 89,500 રૂપિયાની મદદ કરો.જેથી એમણે બંસી વર્માંએ જણાવેલ યુનિયન બેંકના ખાતા નંબર 626702010006660 માં એ રૂપિયા જમા કરાયા હતા.ફરી પાછો બંસી વર્માએ યોગીરાજસિંહને ફોન કરી જણાવ્યું કે ડેનીયલ મોરીશ પાસે દોઢ લાખ અમેરિકન ડોલર છે જેની ઇન્ડીયન કરંસી મુજબ એક કરોડ તેતાલીસ લાખ રૂપિયા રકમ થાય,એનો ટેક્ષ 2.25 લાખ રૂપિયા ભરવો પડશે એ તમને રીફન્ડ મળશે.હવે એની વાત પર પાકો ભરોસો અને વિશ્વાસ આવતા યોગીરાજસિંહે બંસી વર્માંએ જણાવેલ એકાઉન્ટ નંબરમા એ રૂપિયા જમા કરાવ્યા હતા.ફરીથી બીજા 8.47 લાખ રૂપિયા જમા કરાવો એ પણ તમને રીફન્ડ મળશે એમ બંસી વર્માંએ જણાવ્યું હતું.જેથી યોગીરાજસિંહે 4.23.500 રૂપિયાના એસ.બી.આઈ. રાજપીપલા બ્રાન્ચના બે ચેકો આપી આર.ટી.જી.એસ દ્વારા 8.47 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા.દોઢ લાખ ડોલર ડેનીયલ મોરીશને લઈ ન જવા દેવાય તમે તમારો એકાઉન્ટ નંબર આપો આ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં એમ બંસી વર્માએ યોગીરાજસિંહને જણાવતા એમણે પોતાનો એકાઉન્ટ નંબર આપ્યો હતો.સમય જતાં પોતાના એકાઉન્ટમાં પૈસા ન આવતા બંસી વર્માએ યોગીરાજસિંહને એમ જણાવ્યું હતું કે ડેનિયલ મોરીશ લીગલ પ્રોસિજરથી કંટાળી ગયા છે તેઓના ફાધરનો ફોન આવતા તે રિટર્ન થઇ ગયા છે.આથી પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા નિવૃત વનકર્મીએ એ બન્ને ઈસમો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





