બોટાદ પોલીસ દ્વારા કોમ્બીંગ,ચેકીંગ તથા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

0
229

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત ભાવનગર રેન્જના આઈ.જી. અશોક કુમારની સુચના મુજબ ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે થાય તે હેતુથી બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાની હેઠળ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ એન. નકુમ, ડી.વાય.એસ.પી ઝેડ આર દેસાઈ , પ્રો. ડી.વાય.એસ.પી. ચેતન પી. મુંધવા, એલ.સી.બી. પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી, બોટાદ પો.સ્ટે. ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વાય.ઝાલા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી.ગઢવી, મહિલા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. વાઢીયા, બોટાદ ટાઉન પી.એસ.આઇ. ડી.વી. ડાંગર, બીડીડીએસ પી.એસ.આઇ. એ બી જાડેજા તેમજ એલ.સી.બી., પાળીયાદ પોલીસ સ્ટેશન, ક્યુ.આર.ટી., બીડીડીએસ, મહિલા પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે પાળીયાદ વિસ્તારમાં અગાઉ ગંભીર ગુનામાં સંડોવાયેલ ગુનેગારોની તપાસ કરવામાં આવેલ તથા બોટાદ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ જે દરમ્યાન પાળિયાદ પો.સ્ટે.ની હદના કમખ્યા ગામ ની સીમ માં આવેલ પ્રતાપ ઉર્ફે પાર્ટી અનકુભાઈ ખાચર, રહે. પાળીયાદવાળાના ફાર્મ હાઉસ ખાતે તપાસ કરતાં પરપ્રાંતના રામકીર્તિ રામપદાર્થ પાંડે, રહે. પીપરાહટા, તા.કચ્છ, જી. અલ્હાબાદ (પ્રયાગરાજ), ઉત્તરપ્રદેશ તથા સુધીરકુમાર સિયારામ દ્વિવેદી, રહે. નૌગવા, તા. કચ્છ, જી. અલ્હાબાદ(પ્રયાગરાજ), ઉત્તરપ્રદેશવાળા અલગ અલગ બે અગ્નીશસ્ત્ર સાથે મળી આવતાં હથિયાર જમા લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા પરપ્રાંતીય ઈસમોને રાખી પોલીસ સ્ટેશન જાણ નહીં કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રતાપ ઉર્ફે પાર્ટી અનકુભાઈ ખાચર, રહે. પાળીયાદવાળા વિરુદ્ધમાં જાહેરનામા ભંગ બદલ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશન તથા અગત્યના જાહેર માર્ગ ઉપર ફૂટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો/માલિકો વિરુદ્ધમાં વાહન ડીટેઈન / સ્થળદંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. રસ્તા વચ્ચે મોટર કાર પાર્ક કરવા બદલ એમ.વી.એક્ટ 283 નો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમ બોટાદ જીલ્લા પોલીસ વડા તરફથી ભય મુક્ત વાતાવરણમાં ચુંટણી થાય તેના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવેલ.

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY