માંગરોલની વાયબ્રન્ટ વેબ્સ ઇન્ટરનેશનલ એકેડમીમાં પદવી સમારોહની ઉજવણી

0
289

પહેલા ધોરણમાં પ્રવેશ લેતા પહેલા બાલમંદિર માંથી બાળકોએ ગ્રેજ્યુએશન કરી વિદાઈ લીધી નો નવતર અભિગમ 

રાજપીપળા : નમૅદા જીલ્લાના માંગરોલ ખાતે આવેલા વાયબ્રન્ટ વેબ્સ ઇન્ટરનેશનલ એકેડમીમાં પદવી સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં ‌પહેલા ધોરણમાં પ્રવેશ લેતા પહેલા બાલમંદિર માંથી બાળકોએ ગ્રેજ્યુએશન કરી વિદાઈ લીધીનો નવતર આભિગમ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મેહમાન તરીકે વન સંરક્ષક નર્મદા ડો.શશીકુમાર, વાયબ્રન્ટ સ્કૂલના ચેરમેન ચંદ્રેશ ધાધુકીયા,વાયબ્રન્ટ સ્કૂલના ડાયરેક્ટર એરીક ભાઢેના, એડમીન ગોપાલ શર્મા,પ્રિન્સિપાલ સેમસન સહીત સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના નાના-નાના ભૂલકાંઓ ડાન્સ કરી બધાનાં મન જીતી લીધા હતા. ડો.શશીકુમારે બધા વાલીઓને જણાવ્યું કે બાળકોને માતૃભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે પરિવારમા બાળકનું ‌ઘડતર થાય છે.બાળકોની સાથે સમય ‌વીતાવવો જરૂરી છે. આ પદવી સમારોહમાં પોતાના બાળકને સન્માન સાથે વિવિધ એક્ટીવીટી બદલ વાલીઓ એ પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY