બોટાદ પોલીસના એએસઆઇની ઈમાનદારી છલકાઈ આવી

0
33

બોટાદ પોલીસમાં ફરજ બજાવતા મહાવિરસિંહ પરમારને ૨૮૦૦ રૂપિયા ભરેલુ પાકીટ મળતા માલીકને ગોતી પાકીટ પરત કર્યુ

તા.૨૩.૩.૨૦૧૯ ના રોજ બોટાદના ભાવનગર રોડ ઉપર M.T.શાખા માં ફરજ બજાવતા મહાવિરસિંહ પરમાર A.S.I.ને એક પાકીટ મળી આવ્યુ હતુ જેમા ચેક કરતા જરુરી ડોક્યુમેન્ટ અને ૨૮૦૦ રુપિયા રોકડા હતા મહાવિરસિંહ પરમાર દ્વારા તપાસ કરતા વિજયભાઈ બટુકભાઇ ચૌહાણ ભાવનગર વાળાનુ આ હોવાનુ જણાઈ આવ્યુ.તેઓ નો ભાવનગર પોલીસ દ્વારા કોન્ટેક કરતા ચોટીલા ચામુંડામાં ના દશઁન કરવા જતાં પાકીટ પડી ગયેલ તેઓ ને રુબરુ બોલાવી પાકીટ પરત કરતા વિજયભાઈ એ હષઁ ની લાગણી અનુભવી મહાવીરસિંહ નો આભાર માન્યો હતો અને બોટાદ જીલ્લા પોલીસની પ્રસંસા કરી હતી આ રીતે બોટાદ જીલ્લા પોલીસ ની માનવતા મહેકી ઉઠી હતી

તસવીર:વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY