મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ દ્વારા 23 માર્ચ શહીદ દિને સહિદોને શ્રધાંજલિ માટે નિબંધ સ્પર્ધા યોજાઇ

0
14

મોરબીમાં યન્ગ ઇન્ડિયા તહેવારોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવવા માટે જાણીતું છે ત્યારે આગામી 23 માર્ચ શહિદ દિન નિમિતે ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુને શ્રધાંજલી આપવા માટે અને આજના યુવાનો,વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓ વિશે,જાણે,સમજે એ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,નિબંધ લેખનના વિષયો 1.ભારતનો સ્વતંત્ર સંગ્રામ 2.આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ,3.આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે સહિદ ભગતસિંહ.

નિબંધ લેખન માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો,આ સ્પર્ધામાં ધોરણ 8 થી કોલેજ સુધીના 220 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એન બન્ને ગ્રુપમાંથી 1થી 3 નંબર પ્રાપ્ત કરનારને જાહેર કાર્યક્રમમાં સ્મૃતિચિહ્નન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે, સ્પર્ધાને સફળ બનાવવા દેવેનભાઈ રબારી,દિનેશભાઈ વડસોલા, મનોજભાઈ જોષી, દક્ષાબેન, જે.પી પાડલિયા,નવનીતભાઈ કાસુંદ્રા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY