ચૂંટણી નજીક આવી રહી ત્યારે મોટા પાયે ગાંધીધામ એલસીબી તથા એસઓજી દ્વારા ૩૭ લાખનો દારૂ પકડી પાડ્યો છે.

પરીક્ષિતા રાઠોડ પોલીસ અધિક્ષક,પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓની સુચના મુજબ પ્રોહી.ના કેસો પ્રયત્નશીલ હતા.તે દરમ્યાન એલસીબી તથા એસઓજી ની ટીમે પીઆઇ જે.પી.જાડેજા એસ.ઓ.જી. નાઓની હકિકત આધારે ગાંધીધામ પડાણા રોડ ઉપર બી ડીવી.પોસ્ટેને સાથે રાખી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટાફ માણસોની ત્રણ ટીમો બનાવી બાત વાળા વાહનો તથા ઇસમોને પકડી પાડવા હાઇવે રોડ પર વોચ ગોઠવેલ,દરમ્યાન દારૂ ભરેલ ટ્રકની પાયલોટીંગ કરતી સ્વીફટ કાર નં. જીજે ૧૨ બીઆર ૦૮૦૨ વાળી તથા ટ્રક નં જીજે-૧૬-એક્સ ૭૮૭૭ વાળીમાં ભરેલ, જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ–૧૦૬૯૨ કિ.રૂ. ૩૭,૮૯,૦૦૦/-,બીયરના ટીન નંગ- ૧૧૭૬ કિ.રૂ. ૧,૧૭,૬૦૦/- નો પ્રોહિ મુદામાલ,ટ્રક નં જીજે-૧૬–એક્સ-૭૮૭૭ વાળી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-,સ્વીફ્ટ ડીઝાયર કાર નં જીજે-૧૨-બીઆર-૦૮૦૨ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-,ગુનામા ઉપયોગમા લીધેલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૩૧,૦૦૦/- તથા વાઇફાય ડીવાઇસ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/-તથા રોકડ રૂ.૧૬,૦૮૦/- આમ, કુલ મુદ્દામાલ ૫૯,૫૬,૬૮૦/-નો જપ્ત કર્યો છે.
આરોપીઓના નામો નીચે મુજબ છે.
૧) ટ્રક ચાલક ધૈર્યસિંહ ચંદ્રસિંહ પરમાર {ઉ.વ ૪૦ રહે. મ.નં ૧૩ બાગેશ્રી ટાઉનશીપ -૨, વર્ષામેડી તા.અંજાર}
૨)) મહેશ ઉર્ફે લેમન મ્યાઝરભાઇ આહીર {ઉ.વ ૨૬ રહે. મ્યાત્રા ફળીયુ અંતરજાળ તા.ગાંધીધામ}
૩)) જથ્થો લઇ આવનાર રમેશકુમાર જગતપાલ બિશ્નોઇ {ઉ.વ ૩૮ રહે. બીલોચાવાલા તા.પીલ્લી બંગા જી.હનુમાનગઢ રાજસ્થાન હાલ રહે. બાગેશ્રી પામ શીવરાજસિંહ શેખાવતની હવેલી ગળપાદર તા.ગાંધીધામ.}
૪)) સરદારસિંહ હરીસિંહ રાઠોડ {ઉ.વ ૩૪ રહે. કસુંબી ઉપાદરા તા.લાડલુ જી.નાગોર રાજસ્થાન હાલ રહે. બાગેશ્રી મ.નં ૧૧૬ ગળપાદર શીવરાજસિંહ શેખાવતના મકાનમાં તા.ગાંધીધામ}
૫)) મહેશ કાનાભાઇ ચાવડા (આહિર) {ઉ.વ ૨૨ રહે. પ્લોટ નં ૨૬ શાંતીધામસે નં ૫ વર્ષામેડી તા.અંજાર મુળ રહે. નેર બંધડી તા.ભચાઉ}
૬)) જગદીશ પરબતભાઇ કોલી {ઉ.વ ૨૬ રહે. માનસરોવર સોસાયટી ભચાઉ મુળ રહે. રોઝુ તા.સાંતલપુર જી.પાટણ}
૭)) રાજકુમાર સૈની મંગતુરામસૈની માલી {ઉ.વ.૩૪ રહે, બાગેશ્રી પામ શીવરાજસિંહ શેખાવતની હવેલી ગળપાદર તા.ગાંધીધામ મુળ રહે, ઢોલાસ તા.લક્ષ્મણગઢ જી.શીકર રાજસ્થાન}
સદરહુ દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે મોકલનાર રવીન્દ્ર રહે,માણેસર હરીયાણા તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી ટ્રક ડ્રાઇવર નાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી આમ મોટા પ્રમાણમા જથ્થાનુ કટીંગ/વેચાણ થતા પહેલા ઉપરોકત સાતેય ઇસમોને પકડી તમામ વિરૂધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. ફરીયાદ દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સોંપવામા આવેલ છે.
આ કામગીરીમાં જે.પી.જાડેજા પી.આઇ.એસ.ઓ.જી. તથા ડી.બી.પરમાર,પી.આઇ. એલ.સી.બી.,એમ.એસ.રાણા પી.એસ.આઇ. એલ.સી.બી.,એ.પી.જાડેજા,પી.એસ.આઇ. એલ.સી.બી., ડી.વી.રાણા પી.આઇ. ગાંધીધામ બી ડીવી.,એન.એન.રબારી પી.એસ.આઇ એસ.ઓ.જી તથા એલ.સી.બી. સ્ટાફ માણસો લક્ષ્મણભાઇ આહીર,પ્રવિણસિંહ પલાસ,પ્રહલાદસિંહ ચુડાસમા, નરશીભાઇ પઢીયાર,રાજેન્દ્ર કુમાર પરમાર,બલભદ્રસિંહ જાડેજા,પૃથ્વીસિંહ,દેવાનંદ બારોટ,તખતસિંહ મનુભા,અજયસિંહ ઝાલા,કિર્તિભાઇ ગેડીયા, ગલાલભાઇ પારગી, મહિપાલસિંહ ઝાલા જોડાયેલ હતા.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





