સિંધુડો પ્રાગટ્ય દિન અને ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જન્મ જયંતી નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે

0
188

સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલા દેશભક્તિના ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો.દેશપ્રેમના ૧૫ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં શામેલ થઈ ગયા હતા.સિંધુડોના ૮૯ માં પ્રાગટ્ય દિન તથા ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જન્મ જયંતી નિમિત્તે આજે ૬ એપ્રિલ ને શનિવારે ગાંધી ચોક.શહીદ સ્મારક-ધોલેરા ખાતે,જીલ્લા પંચાયત ઐતિહાસિક રેસ્ટ હાઉસ ધંધુકા ખાતે અને રાણપુર પોલીસ સ્ટેશન પાસે આવેલ મેઘાણી પ્રતિમા ખાતે વરિષ્ટ આગેવાનોની હાજરીમાં ભાવાંજલિ અર્પણ કાર્યક્રમ અંતર્ગત સિંધુડોના શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનુ સમૂહ ગાન કરાશે

તસવીર: વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY