સરદાર સરોવર નર્મદા ડેમના 58માં સ્થાપના દિવસે સારા સમાચાર શું….? જાણો

0
30

ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યો હોય એમ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે .

રાજપીપળા : 5 એપ્રિલે નર્મદા ડેમના સ્થાપના દિવસે જ ગુજરાત વાસીઓને સારા સમાચાર મળી રહ્યા છે.નર્મદા ડેમની જળસપાટીમાં 36 કલાકમાં 15 સે.મી.નો વધારો નોંધાયો છે.ઈન્દિરાસાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં જ સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે છેલ્લા બે દીવસથી ડેમમાં પાણીની આવક 39445 ક્યુસેક્સ નોંધાઇ છે.બે દિવસ પહેલા પાણીની સપાટી 119.23 મીટર હતી શુક્રવારે 15 સેન્ટિમિટરનાં વધારા સાથે 119.38 મિટરે પહોંચી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આજના દિવસે પાણીની સપાટી 105.27 મી હતી અને IBPT ટનલ નો ઇતિહાસ માં પ્રથમ વખત ઉપીયોગ થયો હતો અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું

ચાલુ વર્ષે ડેમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ખેડૂતો માટે ખુશી ના સમાચાર કહી શકાય પરંતુ આજે નર્મદા બંધની વર્ષગાંઠના અવસર ઉપર એ વાત પણ આપણે ધ્યાને લેવી જોઈએ કે જ્યારે નર્મદા બંધનું પાણી છેક કચ્છ સુધી આપણે મોકલીએ છીએ ત્યારે ડેમની પાસેનાજ ઘણા ગામોના ખેડૂતો આ પાણી થી વંચિત છે જે એક નબળું પાસું કહી શકાય તેવું ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY