રાણપુરની જન્મભુમિ હાઈસ્કુલના સિનિયર ક્લાર્કનો વયમર્યાદા પુરી થતા વિદાય સમારંભ યોજાયો

0
240

વિદાય સમારંભ માં સંસ્થાના ટ્રસ્ટીઓ સહીત તમામ સમાજના લોકો હાજર રહી હરિભાઈને વિદાય આપવામાં આવી

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી જન્મભુમિ હાઈસ્કુલ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ની ફરજ બજાવતા હરિભાઈ વાઘેલા ની વયમર્યાદા પુર્ણ થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.હરિભાઈ વાઘેલા એક સારા એવા મંજીરા વગાડે છે ભજન અને લોક ડાયરા માં તેવો પોતાની આગવી શૈલી થી મંજીરા વગાડી ને ભજન ની દુનીયા માં સારીએવી નામના મેળવી છે.એટલે જ તેમને લોકો મંજીરાના માણીગર તરીકે ઓળખે છે.રાણપુર ની જન્મભુમિ હાઈસ્કુલ માં તેવો વર્ષોથી નિષ્ઠા પુર્વક સેવા આપી રહ્યા હતા.સેવાભાવી સ્વભાવ અને ભજન પ્રેમી તરીકે પણ નામના ધરાવે છે તેથી જ રાણપુર ના લોકો હરિભાઈ ને ભગત કહીને બોલાવે છે.તેમના વિદાય સમારંભ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય નરેન્દ્રભાઈ દવે અને પ્રકાસભાઈ સોની દ્વારા હરિભાઈ વાઘેલા નું વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સામાજીક આગેવાન હરિરામબાપુ દેશાણી,જન્મભુમિ હાઈસ્કુલ ના પુર્વ આચાર્ય એમ.જે.દવે,કોકીલાબેન ડાભી તથા સ્ટાફના તમામ કર્મચારીઓ તથા વાલ્મીકી સમાજ,દલીત સમાજ સહીત દરેક સમાજના લોકો હાજર રહીને હરિભાઈ વાઘેલા નુ સન્માન કરી તેમને વિદાય આપવામાં આવી હતી.આ સમયે સંતવાણી-ભજન નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં ભજનીક કલાકારો નરેશભાઈ વાઘેલા,બચુભા પરમાર,દાદભા પરમાર,ગંભુભાઈ બારોટ,ભરતભાઈ તલસાણીયા દ્વારા ભજન ગાઈ ને હરિભાઈ ને વિદાઈ અપાઈ હતી..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY