લો..બોલો…રાજપીપળામાં તંત્રની આંખે અંધાપો આવ્યો છે કે હપ્તાનું સેટિંગ…?! બે ત્રણ નહીં બલ્કે દસ દસ ઓવરલોડ જીપો…?!

0
1294

રાજપીપળા સિવિલ અને જેલ પાસે રોજ સાંજે જતા દસથી વધુ ઓવરલોડ પેસેન્જર વાહનો નજર આવતા નથી…?

સાંજે 5 થી 6 દરમિયાન દસેક જીપો ઓવરલોડ મુસાફરો ભરી જાય છે એ પણ નેત્રંગ તરફ કે જ્યાં જલેબી જેવા વળાંક વાળા રસ્તા છે.

કોણ કોણ હપ્તા ખાઈ છે કેમ ત્યાં કોઈ પોલીસ કે આરટીઓના માણસો નથી એ એક શંકાસ્પદ બાબત છે 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં દારૂ જુગાર ની બદી દૂર થઈ હોવાની વાત કરતી પોલીસ ભલે આ બાબતે કંઈક અંશે સફળ હશે પરંતુ ક્યાંક ને ક્યાંક હપ્તાની આદતથી ટેવાયેલો અમુક સ્ટાફ ગમે તે માર્ગે હપ્તા મેળવીજ લેતો હોય છે જેનો જીવંત દાખલો રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાછળ રોજ જોવા મળે છે

દરરોજ સાંજે 5 થી 6 દરમીયાન સિવિલ પાછળથી ઉપડતી નેત્રંગ તરફ જતી દસ જેવી જીપો અંદર મુસાફરો ચિક્કાર થયા બાદ જીપના છાપરે પણ આડેધડ મુસાફરો બેસાડી બિન્દાસ ભરીને બૂમો પાડી જાય છે અને એવું પણ નથી કે ફટાફટ વાહન ઉપડી જાય અડધો કલાક મુસાફરો ભર્યા બાદ આરામ થી આ ગાડીઓ ત્યાંથી ઉપડે છે છતાં તંત્રની આંખે જાણે પાટા બાંધ્યાં હોય એમ ત્યાં કે આગળ આખા રસ્તે કોઈજ રોકટોક વગર આ વાહનો જોખમી રીતે છાપરે મુસાફરો ભરી દોડે છે ત્યારે ગંભીર બાબત એ છે કે નેત્રંગ તરફનો માર્ગ જલેબી જેવા વળાંક અને આજુ બાજુ ઊંડી ખીણો વાળો છે માટે ક્યારેક કોઈ દુર્ઘટના બને તો મુસાફરો સહીત તમામના રામ રમી જાય એમ હોવા છતાં મામૂલી આવક મેળવવા પોતાના અંગત ફાયદા માટે આવા વાહનોને છુટ આપતા તંત્રના કેટલાક લોકો આવી ગંભીર બાબતે કડક પગલાં લે એ જરૂરી છે નહિ તો ક્યારેક મોટી જાનહાની બને એમ લાગી રહ્યું છે .શું નર્મદા જિલ્લામાં આરટીઓ કે પોલીસ આ બાબતે અજાણ છે…? આ સવાલનો જવાબ કદાચ એ લોકો આવોજ આપી શકે પરંતુ તંત્ર બધું જાણતું હોવા છતાં પોતાના અંગત ફાયદા સારું આંખ આડા કાન કરતું જણાય છે ત્યારે જિલ્લા પોલીસ વડા આ બાબતે કડક પગલાં લેશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY